الثلاثاء، 11 أكتوبر 2022

વલસાડના સોળસુંબા ગ્રામ પંચાયતના ડે.સરપંચ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

[og_img]

  • ડે.સરપંચે ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી
  • ડે.સરપંચે બાંધકામના કામ માટે માંગી લાંચ હતી
  • ડે. સરપંચ અમિત કુમાર પટેલ સહિત અન્ય 1ની ધરપકડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતમાં એસીબી ટ્રેપ સફળ થઇ હતી. ACBએ છટકું ગોઠવીને ડેપ્યુટી સરપંચને 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે બાંધકામના કામ માટે 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ બાબતની ફરિયાદ ACBને મળતા ACBએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં લાંચીયો ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય એક ઈસમ ફરિયાદી પાસેથી લાંચ પેટે માંગેલા 15 લાખના એડવાન્સ પેટે 3 લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

હાલ ACB દ્વારા સોળસુંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અમિત કુમાર મણિલાલ પટેલ સહિત એક અન્ય આરોપીની ધરપકડ થતા સમગ્ર ઉમરગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.