الثلاثاء، 11 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» મહાકાલના દરબારમાં PM Modi, દાનપેટીમાં કર્યુ ગુપ્તદાન અને નંદી પાસે કર્યુ ધ્યાન
Oct 11, 2022 | 9:20 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 11, 2022 | 9:20 PM

આજે વડાપ્રધાન મોદી મહાકાલ કોરિડોરના ઉદ્દઘાટન પહેલા મહાકાલ મંદિરમાં ભક્તિ ભાવથી પૂર્જા અર્ચના કરવા પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદી સાંજે 6 વાગ્યે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. તેઓ પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા હતા.

ગર્ભ ગૃહમાં પંડિતોએ વિધિ-વિધાનથી મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન સાથે પૂજા અર્ચના કરી હતી.

વડાપ્રધાન મોદી એ ગર્ભ ગૃહમાં બેસીને 108 વાર ઓમ નમ: શિવાય જાપ કર્યો હતો.

વડાપ્રધાન મોદી એ મહાકાલના ચરણોમાં માથું ટેકવ્યુ હતુ. મહાકાલના મંદિરમાં તેમણે ગુપ્ત દાન પણ કર્યુ હતુ.

મહાકલામાં પૂજન કરનારા તેઓ ચોથા વડાપ્રધાન બન્યા છે. આ પહેલા વર્ષ 1959માં જવાહરલાલ નેહરુ, વર્ષ 1977માં મોરારજી દેસાઈ અને વર્ષ 1988 રાજીવ ગાંધી અહીં આવ્યા હતા.

પંડિત ઘનશ્યામ પૂજારી એ તેમને વિધિ વિધાનથી પૂજા કરાવી હતી. પ્રાચીન પરંપરાને કારણે તેઓ મહાકાલના અભિષેકથી વંચિત રહી ગયા હતા.

વડાપ્રધાન મોદી મંદિરમાં લગભગ અડધો કલાક રહ્યા હતા. પૂજન બાદ તેમણે મંદિર પરિસરના દર્શન કર્યા હતા.

મંદિરમાં નંદી પાસે બેસીને તેમણે ધ્યાન પણ કર્યુ હતુ.

ત્યાર બાદ તેઓ 856 કરોડની મહાકાલ કોરિડોર યોજનાના પહેલા ચરણનું ઉદ્દઘાટન કરવા તેઓ ગયા હતા.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.