દ. આફ્રિકા સામે ભારતને જીતવા 40 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ

[og_img]

  • આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ
  • શિખર ધવને ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • વરસાદના કારણે મેચ 40 ઓવરની રાખવામાં આવી

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે જેમાં ભારતના બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી. શાર્દુલ ઠાકુરે મલાનને 27 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ઠાકુરે કેપ્ટન બાવુમાને આઉટ કરીને બીજી વિકેટ લીધી હતી. બાવુમા માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તો માર્કરમ કુલદીપનો શિકાર થયો હતો અને ઝીરોમાં આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ ઇન્ફોર્મ ક્વિન્ટન ડિકોકને 48 રન પર LBW આઉટ કર્યો હતો.

ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો આફ્રિકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે ઋતુરાજ ગાયકવાડ વન-ડેમાં ડેબ્યૂ કરશે.

વરસાદે પ્રથમ વનડેની મજા બગાડી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડેની મજા વરસાદ બગાડી હતી, કારણ કે મેચના એક દિવસ પહેલા બુધવારે લખનઉમાં વરસાદે દસ્તક આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ લખનઉમાં મેચના દિવસે એટલે કે 6 ઓક્ટોબરે દિવસભર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ વનડે મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. આજે વરસાદના કારણે લખનઉમાં રમાનારી વનડે મેચનો ટોસ 3.30 વાગે થયો હતો.

ઈકાના સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ અત્યાધુનિક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. બુધવારે રાજધાની લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. બુધવારે સવારથી રાજધાની લખનઉ અને આસપાસના વિવિધ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના પૂર્વ ભાગોમાં મોટા ભાગના સ્થળોએ અને પશ્ચિમ વિસ્તારોમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. દરમિયાન ઈકાના સ્ટેડિયમના મેનેજમેન્ટનું કહેવું છે કે જો મેચ દરમિયાન વરસાદ નહીં પડે તો કોઈ સમસ્યા નહીં થાય. સ્ટેડિયમના માલિકે જણાવ્યું કે ઈકાના સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ અત્યાધુનિક છે અને તેને રમવા યોગ્ય બનાવવા માટે માત્ર 30 મિનિટમાં જ ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકાય છે. ઈકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ODI મેચ રમશે. આ પહેલા ભારત અહીં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ટી-20 મેચ રમી ચૂક્યું છે.

ભારતના વૈકલ્પિક ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાનો પડકાર

શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમના વૈકલ્પિક ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કરવાનો લક્ષ્યાંક રાખશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય પસંદગીકારોએ નવી ટીમ પસંદ કરી. જેમાં મુકેશ કુમાર અને રજત પાટીદાર જેવા ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ટીમમાં T20 વર્લ્ડ કપના કેટલાક રિઝર્વ ખેલાડીઓ પણ સામેલ છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, એંડિલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, કાગિસો રબાડા અને તબરેઝ શમ્સી.