શું તમારે જાણવું છે તમારા શત્રુનું મૃત્યુ ક્યારે થશે? તો વાંચો આ અહેવાલ | Do you want to know when your enemy will die? So read this report

શું તમે જાણો છો કે કુંડળીમાં એક એવો પણ યોગ હોય છે, જેનાથી તમે જાણી શકો કે તમારા શત્રુનો નાશ કેવી રીતે થશે. આજે અમે તમને આના વિશે વિગતે જણાવીશું, વાંચો અહેવાલ.

શું તમારે જાણવું છે તમારા શત્રુનું મૃત્યુ ક્યારે થશે? તો વાંચો આ અહેવાલ

Do you want to know when your enemy will die

પોતાના શત્રુ (Enemy)થી બધા દુરી ઇચ્છતા હોય છે. જો એવુ કોઇ દુશ્મન હોય છે કોઇ કારણ વગર તમારી બદનામી કરતું હોય, સોશિયલ મીડિયા પર તમારા વિશે કોઇ ખોટી પોસ્ટ કરતું હોય ત્યારે સ્થિતી ખુબ ખરાબ લાગે છે. દરેકને મનમાં ત્યારે એક જ પ્રશ્ન આવે કે શત્રુથી છુટકારો ક્યારે મળશે અથવા દુશ્મનનું મૃત્યુ ક્યારે થશે. શું તમે જાણો છો કે કુંડળી(Astrology)માં એક એવો પણ યોગ હોય છે, જેનાથી તમે જાણી શકો કે તમારા શત્રુનો નાશ કેવી રીતે થશે.

કુંડળીમાં છઠ્ઠું ઘરને શત્રુ સાથે જોડીને જોવામાં આવે છે. કુંડળીમાં છઠ્ઠા ઘરનો માલિક જો આઠમાં ઘરમાં કે બારમાં ઘરમાં બેસે અને ઉપરથી તેના પર કેતુની દ્રષ્ટી પડે તો આવા જાતકના શત્રુનો નાશ છે. આવો આ વાત ઉદાહરણ કુંડળી દ્વારા સમજીએ.

સ્થિતી-1 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે. એનો અર્થ એ થયો કે છઠ્ઠું ઘર 9 નંબર એટલે કે ગુરૂની રાશિ બની, હવે ગુરૂ 12 માં ઘરમાં એટલે કે 3 નંબર લખ્યુ છે ત્યાં બેઠા છે, ઉપરથી કેતુની પાંચમી દ્રષ્ટી તેના પર પડે છે. ઉલ્લેખનીય છે કે કેતુની 5,7,9 માંથી કોઇ પણ દ્રષ્ટી પડે છે આ યોગ શત્રૂનો નાશ કરે છે.

સ્થિતી-2 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે,અહીં ધન રાશિના માલિક ગુરૂ 12 માં સ્થાને છે અને કેતુની તેના પર સાતમી દ્રષ્ટી પડે છે.

સ્થિતી-3 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે,અહીં ધન રાશિના માલિક ગુરૂ 12 માં સ્થાને છે અને કેતુની તેના પર નવમી દ્રષ્ટી પડે છે.

કુંડળીમાં આવી જ રીતે છઠ્ઠા ભાવનો સ્વામી જો આઠમાં ઘરમાં જઇને બેસે અને ઉપરથી કેતુની દ્રષ્ટી પડે તો આવા જાતકના શત્રુનો નાથ થાય છે. આવો આને ઉદાહરણ કુંડળી દ્વારા સમજીએ.

સ્થિતી-1 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે. એનો અર્થ એ થયો કે છઠ્ઠું ઘર 9 નંબર એટલે કે ગુરૂની રાશિ બની, હવે ગુરૂ 8 માં ઘરમાં એટલે કે 11 નંબર લખ્યુ છે ત્યાં બેઠા છે, ઉપરથી કેતુની પાંચમી દ્રષ્ટી તેના પર પડે છે. ઉલ્લેખનીય છે કે કેતુની 5,7,9 માંથી કોઇ પણ દ્રષ્ટી પડે છે આ યોગ શત્રૂનો નાશ કરે છે.

સ્થિતી-2 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે,અહીં ધન રાશિના માલિક ગુરૂ 8 માં સ્થાને છે અને કેતુની તેના પર સાતમી દ્રષ્ટી પડે છે.

સ્થિતી-3 અહીં કર્ક લગ્નની કુંડળી દર્શાવામાં આવી છે, અહીં ધન રાશિના માલિક ગુરૂ 8 માં સ્થાને છે અને કેતુની તેના પર નવમી દ્રષ્ટી પડે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.