મોતીબાગ ગ્રાઉન્ડ પર 540 મીટરનો સાફો પહેરી ખેલૈયાએ ગરબા કર્યા

[og_img]

  • ભારેખમ પાઘડી પહેરી ગરબા કરવાનો અનોખો શોખ
  • સાફા વાળાની ટીમે 44 મિનિટમાં ખેલૈયાને માથે પાઘડી પહેરાવી
  • મોતીબાગની સાથે નવલખીમાં VNFમાં પણ મહર્ષિએ ગરબા કર્યા

વડોદરાના મહર્ષિ વ્યાસે ગઈકાલે લક્ષ્મી વિલાસ પેલેસના મોતીબાગ અને નવલખીમાં VNFમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે 540 મીટર લાંબો સાફો પહેરી ગરબે ગરબા રમ્યા હતા.

વડોદરા શહેરના ખેલૈયા મહર્ષિ વ્યાસે ગઈકાલે લક્ષ્મી વિલાસ પેલેસના મોતીબાગ અને નવલખી મેદાનમાં 540 મીટરની પાઘડી પહેરી ગરબા કર્યા હતા. સાફા વાળાને ટીમે 44 મિનિટમાં ખેલૈયાને માથે પાઘડી પહેરાવી હતી.

આ અંગે સાફો પહેરાવનાર રોનક દવે જણાવ્યું હતું કે, સાફા ની ઉપર સળગતા દીવા પણ મુકવામાં આવેલ. અગાઉ રાજસ્થાનમાં સૌથી મોટી પાપડી પહેરવાનો રેકોર્ડ થયો હતો. 540 મીટરની પાઘડીનો નવો રેકોર્ડ ગઈકાલે રાત્રે ગરબા ગ્રાઉન્ડમાં થયો હતો. મહર્ષિ વ્યાસે 540 મીટરનો સાફો પહેરી બે અલગ-અલગ ગરબા ગ્રાઉન્ડ પર ગરબા કર્યા હતા.