પાર્ટીની આ સ્થિતિ સુધારવા ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની (Congress President post) ચૂંટણીથી દૂર રહ્યા છે. તેથી જ આ વખતે પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે. તે બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટેના ઉમેદવાર શશી થરુરે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.
Image Credit source: File photo
Shashi Tharoor: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલ તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ પાર્ટીનું નેતૃત્વ છેલ્લા ઘણા સમયથી ગાંધી પરિવારના લોકો જ કરી રહ્યા છે. પાર્ટી દેશમાં છેલ્લા ઘણા સમયથી ચૂંટણીઓ હારી રહી છે. તેના કારણે દેશના કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં નિરાશાનો માહોલ છે. પાર્ટીની આ સ્થિતિ સુધારવા ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની (Congress President post) ચૂંટણીથી દૂર રહ્યા છે. તેથી જ આ વખતે પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે. તે બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટેના ઉમેદવાર શશી થરુરે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.
જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખત્મ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી થશે. તે પહેલા કોંગ્રેસ સાંસદ શશી થરુર એ કહ્યુ છે કે, કોંગ્રેસના કેટલાક નેતા તેમને ચૂંટણી લડતા રોકવા માંગતા હતા. તેના માટે આ નેતાઓ એ રાહુલ ગાંધીને વાત કરી હતી પણ રાહુલ ગાંધીએ તેમની વાત માની નહીં.
રાહુલ ગાંધી ઈચ્છે છે કે શશી થરુર ચૂંટણી લડે
શશી થરુરે જણાવ્યુ હતુ કે હાલમાં જ તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ હતી. તે દરમિયાન તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે તેમની ઉમેદવારી પાછી લેવામાં આવે પણ રાહુલ ગાંધી એ આ વાત માનવાનો ઈનકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે તેઓ આવુ કરવા નથી માંગતા. રાહુલ ગાંધી ઈચ્છે છે કે શશી થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડે. શશી થરુર ચૂંટણી લડશે તો તેનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને જ થશે.
અમે દુશ્મન નથી: શશી થરુર
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમની સામે મલ્લિકાર્જુન ખડગે હશે. શશી થરુરે જણાવ્યુ કે તેઓ આ પદ માટે ડિબેટ કરવા માંગે છે પણ ખડગે એ ડિબેટમાં પડવા માંગતા નથી . શશી થરુરે આગળ જણાવ્યુ હતુ કે, મલ્લિકાર્જુન ખડગે તેમના દુશ્મન નથી. અમે સહયોગી છે. અમે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માંગીએ છે. મલ્લિકાર્જુન ખડગે અમારી પાર્ટીના ભીષ્મ પિતામહ છે. પાર્ટીના કાર્યકર્તા નથી કરશે કે કોણ આ પાર્ટીને આગળ લઈ જશે અને કોણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે.