ઓનલાઈન ફેસ્ટિવ સેલમાં દર કલાકે 56,000 મોબાઈલ વેચાયા, 40,000 કરોડ રૂપિયાનો થયો બિઝનેસ | 56000 mobiles sold every hour in online festive sale 40000 crores business done in festive sale

રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટ (Flipkart) ગ્રૂપે ઓનલાઈન વેચાણ બજારમાં તેનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે મીશો (Meesho) ઓનલાઈન ઓર્ડરની દ્રષ્ટિએ બીજા સ્થાન પર છે.

ઓનલાઈન ફેસ્ટિવ સેલમાં દર કલાકે 56,000 મોબાઈલ વેચાયા, 40,000 કરોડ રૂપિયાનો થયો બિઝનેસ

Mobile Phone

Image Credit source: File Photo

ભારતીય ગ્રાહકો તહેવાર દરમિયાન સૌથી વધુ ખરીદી કરે છે અને આ વર્ષે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાલમાં પૂરા થયેલા ઓનલાઈન ફેસ્ટિવ સેલ દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓનું વેચાણ 27 ટકા વધીને રૂ. 40,000 કરોડ થયું છે. ઓનલાઈન સેલ દરમિયાન પ્રતિ કલાક 56,000 મોબાઈલ ફોન વેચાયા હતા. ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટ (Flipkart) ગ્રૂપે ઓનલાઈન વેચાણ બજારમાં તેનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે મીશો (Meesho) ઓનલાઈન ઓર્ડરની દ્રષ્ટિએ બીજા સ્થાન પર છે.

ઓનલાઈન પ્લેટફોર્મના વેચાણમાં 27 ટકાનો થયો વધારો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પૂરા થયેલા પહેલા ફેસ્ટિવ સેલમાં ઓનલાઈન પ્લેટફોર્મના વેચાણમાં વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે 5.7 અરબ ડોલર અથવા રૂ. 40,000 કરોડના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું.

સૌથી વધુ વેચાયા મોબાઈલ ફોન

ઓનલાઈન ફેસ્ટિવ સેલમાં મોબાઈલ ફોન સૌથી વધુ વેચાયા છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના કો-પાર્ટનર સંજય કોઠારીએ જણાવ્યું હતું કે, સેલ્સ સેગમેન્ટ તરીકે મોબાઈલ ફોન ગ્રોસ પ્રોડક્ટ વેલ્યુ (GMV)ના 41 ટકા હિસ્સા સાથે મોખરે છે. ઓનલાઈન સેલ દરમિયાન પ્રતિ કલાક 56,000 મોબાઈલ ફોન વેચાયા હતા. બીજી તરફ ગ્રોસ પ્રોડક્ટ વેલ્યુમાં ફેશન પ્રોડક્ટ્સનો હિસ્સો 20 ટકા હતો પરંતુ તેને વાર્ષિક ધોરણે 48 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

ઓનલાઈન વેચાણના સંદર્ભમાં ફ્લિપકાર્ટ ગ્રુપે ટોપ પર

રેડસીરના રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટ ગ્રુપે ઓનલાઈન વેચાણના સંદર્ભમાં તેનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. ફ્લિપકાર્ટ સિવાય આ ઓનલાઇન વેચાણ જૂથમાં મિંત્રા અને શોપ્સી જેવા પ્લેટફોર્મનો પણ સમાવેશ થાય છે. જ્યારે મીશો ઓર્ડર સંખ્યાના સંદર્ભમાં બીજા સ્થાન પર છે.

કોઠારીએ જણાવ્યું હતું કે આ તહેવારોના વેચાણ દરમિયાન બીજા શહેરોમાંથી આવતા ઓર્ડરની સંખ્યા નોંધપાત્ર રહી છે. આ સેલમાં ખરીદી કરનારા લગભગ 65 ટકા ગ્રાહકો બીજા શહેરોના છે. બીજા સ્તરના શહેરોમાં ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો થયો છે. માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના રિપોર્ટ મુજબ ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુમાં 41 ટકા યોગદાન સાથે મોબાઈલ ફોન્સે માર્કેટમાં સૌથી વધુ વેચાણ કર્યું હતું અને દર કલાકે લગભગ 56,000 મોબાઈલ હેન્ડસેટનું વેચાણ થયું હતું.

Previous Post Next Post