ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 3 ઓક્ટોબરના રોજ કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 779 થઈ છે.
Image Credit source: TV9 gfx
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 3 ઓક્ટોબરના રોજ કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 779 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 190 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 23 , સુરતમાં 16, સુરત જિલ્લામાં 8, વડોદરમાં 5, રાજકોટમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1, જુનાગઢમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા છે.
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. એકટિવ કેસોમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 774 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સાચવજો
નવરાત્રીની હાલ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.
નિયમોનું પાલન કરો
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.