Header Ads

Ahmedabad : ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

ગુજરાત સાયન્સ સિટી( Science City) શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ છે. સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન સૌ કોઈને આકર્ષે છે. રજાઓમાં લોકોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

Ahmedabad : ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

ગુજરાત સાયન્સ સિટી

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી

ગુજરાત સાયન્સ સિટી શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ છે. સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન સૌ કોઈને આકર્ષે છે. રજાઓમાં લોકોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે. સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. તો આ વર્ષે તહેવાર સમયે 1 લાખ લોકો એ સાયન્સસિટી ની મુલાકાત લીધી છે.

જેણે તહેવાર સમયના તમામ રેકોર્ડ તોડયાની માહિતી મળી રહી છે. કેમ કે સામાન્ય દિવસમાં 2 હજાર આસપાસ લોકો મુલાકાત લે છે. જ્યારે તહેવાર સમયે 10 હજાર આસપાસ. પણ આ તહેવારમાં આ તમામ રેકોર્ડ તૂટ્યા અને દરરોજ 20 હજાર આસપાસ લોકોએ મુલાકાત કરી. જેનાથી સાયન્સ સિટીને રેકોર્ડ બ્રેક આવક પણ થઈ. ત્યારે વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે.

આ પૂર્વે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટીએ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીમાં માનવીના કદ જેટલી સાપ સીડીની મનોરંજક ઓઝોન રમતનું આયોજન કર્યુ હતુ. આ રમતમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા અને રમત થકી ઓઝોનનું મહત્વ અને તેનુ આવરણ પાતળુ થવા માટે જવાબદાર પરિબળો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રમતમાં ખાસ કરીને ઓઝોન સ્તરની સ્થિતિ અને આપણે તેને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ તે અંગે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવેલી હતી. જેમા બોક્સમાં ઓઝોન (Ozone)ના લેયરનો ડેટા છે.

આ વર્ષની થીમ ‘પૃથ્વી પર જીવનની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ’

વિશ્વ ઓઝોન દિવસની આ વર્ષની થીમ પૃથ્વી પર જીવનની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ  થીમ રાખવામાં આવી છે. ઓઝોન સ્તર એ ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (પાર જાંબલી )કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી વનસ્પતિ, પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકશાન થશે. ચામડીના કેન્સર જેવા રોગો વધશે.

જો ઓઝોનની આ ઢાલ ન રહે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જીવન શક્ય ન રહે. 35 વર્ષ પહેલા આ વિષય સાથે વિશ્વ એક સાથે આવ્યું હતું , પૃથ્વીની જાણવણીની જવાબદારીના સંદર્ભમાં જ સાયન્સ સિટી દ્વારા 16 સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Powered by Blogger.