BCCI અધ્યક્ષ બન્યા બાદ રોજર બિન્નીનુ કોહલી પર પ્રથમ નિવેદન, પાકિસ્તાનને પણ આપી શીખ
BCCI પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે વિરાટ કોહલીને કંઈ સાબિત કરવાની જરૂર નથી. તે દબાણ હેઠળ વધુ સારું પ્રદર્શન કરે છે.
વિરાટ કોહલી પર રોજર બિન્નીનું નિવેદન
વિરાટ કોહલી ફોર્મમાં પાછો ફર્યો છે. જે રીતે તેણે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઇનિંગ રમીને બાબર આઝમની ટીમના મોં એ આવેલી જીત છીનવી લીધી, તે ક્રિકેટ જગતમાં લાંબા સમય સુધી યાદ રહેશે. મેલબોર્નમાં કોહલીના બેટની શાનદાર ઈનિંગના નવા બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ પણ વખાણ કર્યા હતા. BCCI ની કમાન મળ્યા બાદ કોહલી પર બિન્નીએ પહેલું નિવેદન આપ્યું છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના એક કાર્યક્રમમાં બિન્નીમાં કોહલી વિશે વાત કરી હતી. તેણે કોહલીને તેની શાનદાર ઇનિંગ્સ માટે અભિનંદન પાઠવ્યા હતા.
Post a Comment