છેવાડાના વિસ્તારોમાં બંધ મકાનને ટારગેટ કરીને ચોરીના બનાવોને અંજામ આપતી ચડ્ડી બનિયન ધારી ગેંગના મુખ્ય આરોપી સહીત ત્રણ આરોપીઓની એલ સી બીએ ધરપકડ કરી છે. આરોપીએ અમદાવાદ સહીત અનેક શહેરોમાં ચોરીના ગુનાને અંજામ આપ્યાં છે.
ફોટો આરોપી
અમદાવાદઃ છેવાડાના વિસ્તારોમાં બંધ મકાનને ટારગેટ કરીને ચોરીના બનાવોને અંજામ આપતી ચડ્ડી બનિયન ધારી ગેંગના મુખ્ય આરોપી સહીત ત્રણ આરોપીઓની એલ સી બીએ ધરપકડ કરી છે. આરોપીએ અમદાવાદ સહીત અનેક શહેરોમાં ચોરીના ગુનાને અંજામ આપ્યાં છે. જો કે અમદાવાદ જીલ્લાના કણભામાં આરોપીઓએ દંપતીને ધમકાવીને ગોળી મારી દેવાની ધમકી આપી લાખ્ખો રૂપીયાની ચોરી કરતાં પોલીસએ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપીઓની ગ્રામ્ય એલ સી બીએ ધરપકડ કરી છે. એલ સી બીએ શૈલેષ ભાભોર, મલસીંગ બારીયા અને આશીષ પંચાલ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ 21મી સપ્ટેમ્બરના દિવસે કણભાના બિલાસીયા ગામની સીમમાં આવેલ નંદનબાગ સોસાયટીમાં મકાનનો દરવાજાનો નકુચો તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને દંપતિને લાકડાના ધોકા તેમજ લોખંડના સળિયા વડે ડરાવી ચુપ રહો વરના ગોલી માર દુંગા તેવી ધમકી આપીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 2 લાખ રોકડા સહીત રૂપીયા 11 લાખ 50 હજારની ચોરી કરીને પલાયન થઇ હતાં. જો કે પોલીસને બાતમી મળતા પોલીસએ કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
આરોપીઓએ આ સિવાય અમદાવાદ રીંગરોડ, ઉંઝા, મોડાસા, મહેસાણા અને ઉત્તરસંડામાં પણ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો છે. પોલીસએ આરોપી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી પણ કબ્જે કરી છે. આરોપીઓ મોટાભાગએ એવા મકાનો ટારગેટ કરતાં હતાં કે ચોરી કર્યા બાદ ખુલ્લા ખેતરોમાંથી પલાયન થઇ જવાય. જ્યારે મુખ્ય આરોપી શૈલેષ ભાભોર અગાઉ પણ 16 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુક્યો છે. જ્યારે 5 ગુનામાં વોન્ટેડ હતો.
હાલમાં પોલીસએ આરોપીઓની ધરપકડ કરીને તેમણે અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય બે ફરાર આરોપી દિલીપ ઉર્ફે દિલો ભાભોર અને નિલેશ ભાભોર ને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.