Ahmedabad : વસ્ત્રાલમાં પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના(Ahmedabad)  વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો(Suiside)  પ્રયાસ કર્યો છે. જેમાં વસ્ત્રાલની શ્રીજી રેસીડેન્સીમાં માતા, પિતા અને પુત્રએ ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 14, 2022 | સાંજે 6:06

અમદાવાદના(અમદાવાદ) વસ્ત્રાલ (વસ્ત્રાલ) વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો(સ્વિસ) પ્રયાસ કર્યો છે. જેમાં વસ્ત્રાલની શ્રીજી રેસીડેન્સીમાં માતા, પિતા અને પુત્રએ ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે આ ઘટના બાદ ગંભીર પરિસ્થિતિમાં ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ના વસ્ત્રાલ રિંગરોડ પર આવેલ શ્રીજી રેસીડેન્સીમાં D-605 મા રહેતા ઠક્કર પરિવારે ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા પિતા પુત્ર સહિત ત્રણેય સભ્યો ઓ એ એકસાથે ઝેર પી લીધું હતું. આ ત્રણેયને મણિનગરની એલ જી હોસ્પિટલમા નાજુક હાલત મા સારવાર માટે ICU મા દાખલ કરાયા છે. તેમજ ત્રણેય જણા એ ઝેરી દવા પી લેતા સોસાયટીમા અનેક તર્કવિતર્કો સામે આવ્યા છે. આ ઘટનામાં પરાગભાઈ ઠક્કર 54 વર્ષ, પત્ની વિધી ઠક્કર 50 વર્ષ અને પુત્ર પલાશ ઠક્કર ૩૦ વર્ષના અંક જ પરિવારના સભ્યોઓ એ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

(ઇનપુટ સાથે, હરિન માત્રરવાડિયા, અમદાવાદ)

Previous Post Next Post