ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન બારામુલ્લા જિલ્લામાં રહેતા એક પોલીસકર્મીના પરિવારને મળ્યા હતા, જેમણે આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
ફાઈલ ફોટો
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન બારામુલ્લા જિલ્લામાં રહેતા એક પોલીસકર્મીના પરિવારને મળ્યા હતા, જેમણે આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દૂર ઉરી સ્થિત શહીદ પોલીસકર્મી મુદસ્સીર શેખના ઘરે પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે તેમની કબર પર પ્રાર્થના પણ કરી હતી. મુદસ્સીર શેખ જમ્મુ-કાશ્મીર પોલીસમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના પદ પર હતા. લોકો તેમને પ્રેમથી ‘બિન્દાસ ભાઈ’ કહીને બોલાવતા. તેના નામ પાછળનું કારણ પણ ખાસ છે.
મુદસ્સીરના પિતા મકસૂદ અહેમદ શેખ પણ પોલીસમાં હતા. તેણે કહ્યું હતું કે, તેનો પુત્ર ઘણો બહાદુર છે. આ વર્ષે 25 મેના રોજ સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસને બારામુલ્લા જિલ્લાના કારીરી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ આ વિસ્તારમાં દરોડા અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં SPO મુદસ્સીર શેખ પણ શહીદ થયા હતા. તેણે આતંકવાદીઓ પાસેથી કડક મોરચો સંભાળ્યો હતો.
સ્થાનિક લોકોએ બિન્દાસ ભાઈ નામ આપ્યું હતું
લોકો મુદસ્સીર શેખને બિન્દાસ ભાઈ કહીને બોલાવતા હતા. તેની પાછળનું કારણ તેના ભાઈ બાસિત મકસૂદે જણાવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું હતું કે, મુદસ્સીર જમ્મુ-કાશ્મીર પોલીસમાં જોડાયાના થોડા દિવસો બાદ લોકોએ તેને બિન્દાસ શેખ નામ આપ્યું હતું. આ એટલા માટે હતું કારણ કે, તેને લોકો માટે વધુ પ્રેમ હતો અને તે તેમના માટે ઘણું બધું કરતો હતો. તેમના સ્વભાવ અને વર્તને જમ્મુ અને કાશ્મીરના યુવાનોને તેમના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે પ્રેરણા આપી. તેમની વિદાય પછી બધાને ભારે આઘાત લાગ્યો હતો.
બાસિતે એ પણ જણાવ્યું હતું કે બારામુલ્લા-ઉરી રોડ પર ચાલતા તમામ કેબ ડ્રાઇવરો પાસે મુદસ્સીરનો મોબાઈલ નંબર પણ હતો. રસ્તામાં ક્યાંક પોલીસકર્મી દ્વારા તેઓને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે તો તેઓ મુદસ્સીરને ફોન કરતા. મુદસ્સીર તેમની મદદ કરતો હતો. એકવાર ઉરીમાં આતંકવાદીઓની શોધમાં સ્કૂલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મુદસ્સીર શાળાની અંદર ગયો અને બાળકોને આઈસ્ક્રીમ વહેંચ્યો હતો.