ભાવનગરમાં National Gamesમાં બાસ્કેટબોલ મહિલા વર્ગમાં તેલંગાણાને ગોલ્ડ

[og_img]

  • તેલંગાણા અને તમિલનાડુ વચ્છે રમાઈ હતી ફાઈનલ મેચ
  • બાસ્કેટબોલમાં 5×5મહિલા વર્ગમાં 8 ટીમોએ લીધો હતો ભાગ
  • 5×5નો ફાઇનલ મેચમાં રસાકસી બાદ તમિલનાડુ રનર્સ અપ

National Games અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલની 5×5 સ્પર્ધામાં મહિલા વર્ગમાં ખૂબ જ રસાકસી બાદ તેલંગાણા ની ટીમ નો વિજય થયો હતો તેમજ તમિલનાડુની ટીમ રનર્સ અપ રહી હતી.

National Games બાસ્કેટબોલમાં 5×5માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો. જેમાં 5×5 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે તમિલનાડુનો રોમાંચકને મેચ યોજાયો હતો. જેમાં તેલંગાણાની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણાની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલું હતું.

તમિલનાડુની ટીમે પહેલા ક્વાર્ટરમાં લીડ મેળવી હતી. પરંતુ, બીજી ક્વાર્ટર અને ચોથું ક્વાર્ટરમાં તેલંગણાની ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેલંગાણાની મહિલા વર્ગની ટીમે 3×3 અને 5×5 એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે, કેરળની થઈને ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Previous Post Next Post