Friday, October 7, 2022

Amreli: કોંગ્રેસના ગઢમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કમળ ખીલવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે. અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા સર્વે સમાજનું સંમેલન યોજ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 07, 2022 | 6:49 PM

Amreli: કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કમળ ખીલવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે. અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા સર્વે સમાજનું સંમેલન યોજ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અને રાજૂલાના કોંગી ધારાસભ્ય લોકોને ભડકાવવાનું કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તો સાથે જ ગુજરાતના ઇતિહાસમાં નહીં આવી હોય એટલી બેઠકો જીતવા વિશ્વાસ દાખવ્યો હતો. તેમજ અમરેલીની કોંગ્રેસના તાબે રહેલી પાંચેય સીટ બહુમતથી જીતશે તેવો કાર્યકરોને સંકલ્પ આપ્યો હતો. આ તકે ભાજપના પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને રાજૂલાના પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.