Saturday, October 22, 2022

કીડીનો અસલી ચહેરો થયો વાયરલ, ફોટોગ્રાફરે Ant Faceનો Zoom ફોટો પાડી જીતી લીધો એવોર્ડ

એક ફોટોગ્રાફરે નાનકડી કીડીનો એવો ફોટો પાડ્યો કે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ. આ ફોટોમાં તમને કીડીનો અસલી ચહેરો (Ant Face) વધારે નજીકથી જોવા મળશે. તેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કીડીનો અસલી ચહેરો થયો વાયરલ, ફોટોગ્રાફરે Ant Faceનો Zoom ફોટો પાડી જીતી લીધો એવોર્ડ

કીડીના ચહેરાનો ફોટો ઝૂમ કરો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

એવોર્ડ જીત્યો કીડીનો ફોટો ઝૂમ કરો: આપણી દુનિયામાં અનેક દુર્લભ વસ્તુઓ, પ્રાણીઓ, જીવ-જંતુ અને સ્થળો છે. આ તમામના જો ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો ભગવાનની અદ્દભુત સર્જનશક્તિની સાબિતી આપણે મેળવી શકીએ છે. નવા જમાનામાં ફોટોગ્રાફી કે અનેક ટેકનોલોજીની મદદથી આપણે દુનિયાની સુંદર અને દુર્લભ વસ્તુઓને વધારે નજીકથી જોઈ શકીએ છે. હાલમાં ફોટોગ્રાફીના શોખીન લોકોને ગમે તેવા કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ફોટોગ્રાફરે નાનકડીની કીડીનો એવો ફોટો પાડ્યો કે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ. આ ફોટોમાં તમને કીડીનો અસલી ચહેરો (કીડીનો ચહેરો) વધારે નજીકથી જોવા મળશે. તેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે આ નાનકડી કીડીઓ માણસોને વધારે હેરાન નથી કરતી. આપણે તેને શાંત પ્રકારનું જીવ માનીએ છે પણ હાલમાં કીડીનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે. તે ખુબ જ ડરામણો છે. ફોટો જોઈને લાગી રહ્યુ છે કે આ કીડીનો ચહેરો નથી, પણ કોઈ રાક્ષસનો ફોટો છે. એકવાર તો એમ પણ લાગે છે કે કોઈ ગ્રાફિક્સનો ઉપયોગ કરીને આ ફોટો તૈયાર કરવામાં આવ્યો હશે.

કીડીનો દુર્લભ ફોટો વાયરલ

આ ફોટો નિકોન વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફી સ્પર્ધા માટે પાડવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર યૂજીનિજસ કવલિયાઉસ્કસે આ અદ્દભુત ફોટો પોતાના કેમેરામાં કેદ કર્યો છે. નિકોન વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફી સ્પર્ધામાં નાની વસ્તુના મોટા અને ઝૂમ ફોટો પાડવાના હોય છે. કીડીનો આ ફોટો પણ આ સ્પર્ધાના ભાગરુપે જ પાડવામાં આવ્યો હતો.

કીડીનો ઝૂમ ફોટો પાડનાર ફોટોગ્રાફર બન્યો વિજેતા

આ ફોટો માઈક્રોસ્કોપ ફોટોગ્રાફી દરેક નિયમ પર ખરી ઉતરી, જેને કારણે આ ફોટોને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ ફોટો માટે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર યૂજીનિજસ કવલિયાઉસ્કસને પહેલો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ ફોટોગ્રાફી એવી વસ્તુઓની કરવામાં આવે છે જેને આપણે નરી આંખે પણ સારી રીતે નથી જોઈ શકતા. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ફોટો પાડનાર ફોટોગ્રાફરે આ ફોટો ઓગસ્ટ મહિનામાં પાડ્યો હતો. આ ફોટોને કલા પ્રદર્શનમાં પણ મુકવામાં આવશે, જ્યાં માઈક્રોસ્કોપ ફોટોગ્રાફીના અન્ય ફોટોગ્રાફ્સ પણ હશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.