સુરત (Surat) એસટી બસ સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે. મુસાફરોની કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે (ST Department) વધારાની એસટી બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
દિવાળીના (દિવાળી 2022) તહેવારને લઈને રેલવે, એસટી બસ (ST બસ) અને ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરોનો (યાત્રીઓ) ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારને લઈ સુરત (સુરત) એસટી બસ સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે. મુસાફરોની કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે વધારાની એસટી બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એક્સ્ટ્રા બસો દોડશે. દિવાળી સુધી સુરતથી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 30 લાખથી વધુની આવક થઈ છે.
સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવવાનું આયોજન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનું વધારાનું સંચાલન કરાશે. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે તો બીજી તરફ ટ્રેનમાં પણ મુસાફરોનો ધસારો રહેતો હોવાથી રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
એસટી નિગમ ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવી રહી છે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. તો દિવાળીના તહેવારોમાં હવે ખાનગી બસો પણ હાઉસફુલ થઈ છે. તહેવાર મનાવવા પરિવાર સાથે લોકો વતન જઈ રહ્યા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસો કરતા દિવાળી પર ખાનગી બસોના સંચાલકો 200 રૂપિયા વધુ ભાડૂ વસૂલી રહ્યા હોવાનો પ્રવાસીઓનો આરોપ છે.