કોંગ્રેસ નેતા અંબરીશ ડેરના હર્ષદ રિબડિયા પર પ્રહાર, પક્ષમાં હોય ત્યાં સુધી શિસ્તની વાતો કરે છે, પક્ષ છોડ્યા બાદ બદનામ કરવાની વાતો | Attack on Harshad Ribadia of Congress leader Ambarish Der, talks of discipline while in the party, talk of defamation after leaving the party

Gandhinagar: કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયાના ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરિશ ડેરે પ્રહાર કર્યો, તેમણે કહ્યુ જે લોકો પાર્ટીમાં હોય ત્યાં સુધી શિસ્તની વાતો કરતા હોય છે અનુસાસનની વાતો કરે છે અને પાર્ટી છોડ્યા બાદ બદનામ કરવાની વાતો કરે છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Oct 06, 2022 | 4:48 PM

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા કોંગ્રેસ (Congress) માંથી રાજીનામુ આપ્યા બાદ વિધિવત રીતે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયે કમલમમાં પોતાના સમર્થકો સાથે હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ રિબડિયાને ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યુ કે અમે જ્યારે કોંગ્રેસમાં રહીને લડતા હતા ત્યારે અમને કોઈ સાથ આપવા તૈયાર ન હતુ. તેમણે ઉમેર્યુ કે સમગ્ર દેશ જાણે છે કે કોંગ્રેસ દિશાવિહિન બની છે. રિબડિયાના આ પ્રહાર પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરિશ ડેર (Ambrish Der) એ પલટવાર કર્યો છે તેમણે જણાવ્યુ કે જે લોકો કોંગ્રેસમાં હોય છે ત્યારે શિસ્તની અને અનુશાસનની વાતો કરતા હોય છે પરંતુ પાર્ટી છોડ્યા બાદ પાર્ટીને જ બદનામ કરવાની વાતો કરે છે.

પાર્ટી છોડી પાર્ટીને બદનામ કરવાની વાતો કરે છે-અંબરિશ ડેર

અબરિશ ડેરે વધુમાં કહ્યુ કે આ ઘણુ હાસ્યાસ્પદ લાગે છે. પાર્ટી છોડવી હતી, એ ગયા એમા કોઈ ના ન કહી શકે પરંતુ ખોટી રીતે દોષારોપણ કરીને પાર્ટી છોડે તે વ્યાજબી નથી. તેમણે કહ્યુ હું ભાજપના કાર્યકર્તાઓને વિનંતિ કરુ છુ કે સમગ્ર ગુજરાતમાં જે વ્યક્તિએ ભાજપને ઉભી કરવા દિવસ રાત એક કર્યા એવા સ્વર્ગસ્થ વડીલ કેશુભાઈ પટેલની છાતી ઉપર જે માણસ જીતીને આવ્યા છે તેમને પણ આવકારતા તમે હર્ષની લાગણી અનુભવો છો એ અઘરી વાત છે.

 

Previous Post Next Post