હાલમાં સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેનમાં સીટ મેળવવા માટે કેટલીક મહિલાઓ એકબીજા સાથે મારામારી કરતી જોવા મળે છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ચોંકાવનારો વીડિયો: મુંબઈએ દેશની આર્થિક રાજધાની છે. આ માયાનગરી દેશ-વિદેશના લોકોને પોતાની તરફ આકર્ષે છે. લોકલ ટ્રેન એ મુંબઈની ખાસ ઓળખમાંથી એક છે. મુંબઈ લોકલના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. લોકલ ટ્રેનમાં રોજ હજારો નોકરી કરતા લોકો યાત્રા કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનનો એક વીડિયો વાયરલ (વાઈરલ વિડીયો) થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેનમાં સીટ મેળવવા માટે કેટલીક મહિલાઓ એકબીજા સાથે મારંમારી કરતી જોવા મળે છે.
વાયરલ થઈ રહેલો વીડિયો મુંબઈ લોકલ ટ્રેનનો છે. વાયરલ વીડિયોમાં તમે ટ્રેનના મહિલા કોચના દ્રશ્યો જોઈ શકો છો. આ ટ્રેનનો મહિલા કોચમાં મહિલા યાત્રીઓ ખચોખચ ભરાયેલા છે. તે બધા કોઈની જવાની રાહ જોઈ રહ્યા છે, જેથી જગ્યા ખાલી થાય અને તેમને બેસવાની જગ્યા મળે. પણ અહીં તો એક સાંધે અને 13 તૂટે તેવી સ્થિતિ થઈ. એક સીટ પર જગ્યા મેળવવા માટે લગભગ 3 મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ થઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શબ્દોથી શરુ થયેલી આ બબાલ, મારામારી સુધી પહોંચી ગઈ હતી. લોકલ ટ્રેનમાં થયેલી આ ભયંકર બબાલ તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
આ રહ્યો એ વાયરલ વીડિયો
#વાઈરલવિડિયો -લોકલ ટ્રેનમાં ફરી સીટને લઈને મહિલા મુસાફરોમાં દાદ.. @RailMinIndia @સેન્ટ્રલ_રેલ્વે @WesternRly @RPFCRBB @grpmumbai @mumbairailusers pic.twitter.com/P6aymysCJJ
— દિવાકર સિંહ (@Diwakar_singh31) ઑક્ટોબર 17, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર @Diwakar_singh31 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.એક યુઝરે લખ્યુ છે કે, નાના બાળકોની જેમ લડે છે આ તો. ભગવાન બધાને સદબુદ્વિ આપે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, મહિલાઓ કરતા પુરુષોમાં એકતા વધારે છે. મોટાભાગના લોકો આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા.