હારજીતની ચિંતા છોડી પ્રયાસ કરો, પરિસ્થિતિનો સામનો કરો: પી.વી. સિંધુ

[og_img]

  • સુરત આવ્યા બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ
  • શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરી વાત
  • શારીરિક તંદુરસ્તી સહિતની બાબતે કરી ચર્ચા

ઓલિમ્પિક મેડલ વિજેતા અને બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ નેશનલ ગેમ્સને પગલે સુરતના પ્રવાસે છે ત્યારે શનિવારે પી.વી.સિંધુએ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે રમતગમત અને માનસિક-શારીરિક તંદુરસ્તી સહિતની અનેક બાબતે વિચારગોષ્ઠી કરી હતી.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં પી.વી.સિંધુએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોના રસપ્રદ જવાબો આપ્યા હતા. પી.વી. સિંધુએ જણાવ્યુ હતુ કે, હાર કે જીત મહત્વની નથી. હાર અને જીતની ચિંતા છોડી વ્યક્તિએ પ્રયાસ કરતા રહેવું એ સૌથી વધુ જરૂરી છે. જિંદગીમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. હું રમત હોય કે વ્યક્તિગત જીવન, પ્રયાસ કરતી રહું છું. અમે મેચ રમીએ છીએ ત્યારે ઘણી વખત કોટ કે શિડ્યુલ બરાબર હોતા નથી. પણ જો તમે પ્રયાસ જ ન કરો તો પછીથી પસ્તાવાનો વારો આવે છે.

બીજુ કે, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે. ઘણી વખત હારનો સામનો કરવો પડે છે, પરંતુ પછી આગામી મેચ માટે કેવી રીતે તૈયાર થવું, કમ બેક કેવી રીતે કરવું તેની વ્યૂહરચના ઘડવા માટે માનસિક તંદુરસ્તી જરૂરી છે. આજના યુવાનો, વિદ્યાર્થીઓએ માનસિક તંદુરસ્તી માટે મેડિટેશન, યોગા, વિવિધ પ્રકારની કસરતો પર ભાર મૂકવો જોઇએ.

أحدث أقدم