Friday, October 7, 2022

ગિરનારથી હિમાલય સુધીની ગુજરાત પોલીસની જાબાજ મહિલાકર્મીની સફર

[og_img]

  • ગિરનાર સ્પર્ધાની વિજેતા ભૂમિકાએ હિમાલયનું એક ઊંચું શિખર સર કર્યું
  • હિમાલયનું 7000 મીટર ઊંચું મનાસ્લું શિખર સર કર્યું
  • મોરબી પોલીસના બે કર્મચારી હવે એવરેસ્ટ સર કરવા સિલેક્ટ

ગિરનાર સ્પર્ધામાં 4 વખત સ્ટેટ અને 4 વખત નેશનલમાં પ્રથમ આવેલી અને મોરબી પોલીસમાં ફરજ બજાવતી ભૂત ભુમિકા દુર્લભજીભાઈ અને તેમની સાથે સહ પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ 3 દિવસમાં વિશ્વના સૌથી ઊંચા શિખરો પૈકી આંઠમાં નંબરનું શિખર મનાસ્લું 7000 મીટર ચડીને સર કરી ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.

ભૂત ભૂમિકાએ જણાવ્યું હતું કે, તેઓએ ગત તા.2 ઓકટોબરના રોજ હિમાલયનું 7000 મીટર ઊંચું આવેલું મનાસ્લું શિખર સર કર્યું જેમાં તેમની સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા પણ હતા. આ શિખર સર કરવા માટે તેઓએ નજર સામે મોતનો અહેસાસ કર્યો હતો, છેલ્લા 15 વર્ષમાં ક્યારેય ન આવ્યું હોય તેવા બરફના તોફાનનો હિમાલય પર ચઢાણ વખતે સામનો કરવો પડ્યો હતો. ચઢાણ વખતે 48 કલાક સુધી સતત બરફની વર્ષા અને જેના કારણે તેમની સામે જ એક મોટી બરફની શીલા તેમના પર આવીને પડતા તેઓ કલાકો સુધી તેની નીચે દબાઈ ગયા હતા.

આ જ સમયે તેમની આગળ આ જ દુર્ઘટનામાં બે ગાઈડના મોત થયા હતા, અને ત્રણ ને ઈજા થયેલ હતી. પરંતુ તેઓના સહ કર્મચારીઓની મદદ વડે તેઓ બહાર આવીને અંતે શિખર સર કર્યું હતું. અહી તેઓએ દેશનો રાષ્ટ્રધ્વજ અને ગુજરાત પોલીસનો ફ્લેગ ફરકાવ્યો હતો. તેમના આ શિખર સર કરવાથી હવે તેઓ આગામી માર્ચ મહિનામાં એવરેસ્ટ સર કરવા માટે પંસદગી પામેલી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.