પોરબંદરના ઓડદર ગામેથી બે ગેરકાયદે ખાણો ઝડપાઈ

[og_img]

  • ઘટનાસ્થળે સર્વે બાદ ખનીજચોરીની રકમ સામે આવશે
  • ખાણખનીજ વિભાગે 30 લાખનો મુદામાલ કબજે કર્યો
  • 16 પથ્થર કટિંગ મશીન અને 3 પડદી કટિંગ મશીન જપ્ત

પોરબંદરના ઓડદર ગામેથી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતી 2 ખાણો ઝડપી પડી હતી. ખાણ ખનીજ વિભાગે ઘટનાસ્થળેથી રૂ. 30 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોરબંદર ખાણ ખનીજ વિભાગના ભૂસ્તશાસ્ત્રી તથા ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા ઓડદર ખાતેની ખાણોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેની તપાસ દરમ્યાન જુદી જુદી બે જગ્યા પર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન થતું હોવાનું સામે આવ્યું હતું.

બન્ને સ્થળોએથી ખાણખનીજ વિભાગે 16 પથ્થર કટિંગ મશીન અને 3 પડદી કટિંગ મશીન મળી કુલ રૂ. 30 લાખનો મુદામાલ કબજે કરી નવી બંદર પોલીસ મથક ખાતે સોપવામાં આવ્યો હતો અને સ્થળ પર સર્વેની કામગીરી હાથ ધરી છે. સ્થળ પરથી લાખોની ખનીજચોરી ઝડપાય તેવી શક્યતા છે. જો કે, સર્વે બાદ ખનીજચોરી નો સાચો આંકડો સામે આવશે.

Previous Post Next Post