ભોજન સ્વાદિષ્ટ હતુ, મેં ખાઈ લીધુ, કરી દેજો ફરિયાદ … ડિલિવરી બોયના મેસેજ પર ગુસ્સે થયો ગ્રાહક

હાલમાં ગ્રાહક અને ડિલીવરી બોયની વાતચીતનો એક સ્ક્રીનશોર્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાતચીતનો સ્ક્રીનશોર્ટ ગ્રાહકે પોતે શેયર કર્યો છે.

ભોજન સ્વાદિષ્ટ હતુ, મેં ખાઈ લીધુ, કરી દેજો ફરિયાદ … ડિલિવરી બોયના મેસેજ પર ગુસ્સે થયો ગ્રાહક

વાયરલ સમાચાર

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ટેકનોલોજીના યુગમાં લોકોનું જીવન એટલુ સુવિધાયુક્ત અને સરળ બની ગયુ છે કે લોકો હવે ફોનથી ઘર બેઠો ભોજન બનાવે છે. કેટલાક લોકો તો રોજ દિવસ-રાત ઓનલાઈન ફૂડ ડિલીવરી એપથી ભોજન મંગાવતા હોય છે. આ ડિલીવરી એપ ગ્રાહક અને ડિલીવરી બોય માટે મેસેજની સુવિધા પણ આપે છે. જેનાથી તેઓ એકબીજાનો સંપર્ક કરી શકે અને જરુરી સૂચનાઓ મેળવી શકે. હાલમાં ગ્રાહક અને ડિલીવરી બોયની વાતચીતનો એક સ્ક્રીનશોર્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાતચીતનો સ્ક્રીનશોર્ટ ગ્રાહકે પોતે શેયર કર્યો છે.

ડિલીવરી બોય દ્વારા ગ્રાહકને જે મેસેજ કરવામાં આવ્યો છે, તે મેસેજ વાંચીને તમે દંગ રહી જશો. આ કેસ બ્રિટનનો છે. લિયામ બેગનોલ નામના વ્યક્તિ એ ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની Deliveroo દ્વારા ભોજનનો ઓર્ડર કર્યો પણ રસ્તા વચ્ચે જ ડિલીવરી બોયે તેનુ ભોજન ખાઈ લીધુ. તેણે ગ્રાહકને મેસેજ કર્યો કે, તેણે ટેસ્ટી ભોજન જમી લીધુ છે અને તેણે ફરિયાદ કરવી હોય તો કરી લે. આ જવાબ વાંચી ગ્રાહક દંગ રહી ગયો હતો.

ગ્રાહક અને ડિલીવરી બોય વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોર્ટ

લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ગ્રાહક દ્વારા કરવામાં આવેલી આ ટ્વિટને લગભગ 2 લાખ લોકોએ જોયુ છે. લગભગ 14 હજાર લોકોએ આ ટ્વિટને રિટ્વિટ પણ કર્યુ છે. ગ્રાહક અને ડિલવરી બોય વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોર્ટ સોશયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથએ સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટ પર રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Previous Post Next Post