મેચ પહેલા મેલબોર્નમાં ઉમટ્યા કાળા ડિંબાગ વાદળો, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને નડશે વરસાદનું વિધ્ન ? જાણો મેલબોર્નનો વેધર રિપોર્ટ

ભારત અને પાકિસ્તાનની ટીમો આજે T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) પોતાની રમતના અભિયાનની શરૂઆત કરી રહી છે. પરંતુ, બંને ટીમોની આ શરૂઆત પર વરસાદનુ જોખમ તોળાઈ રહ્યું છે.

મેચ પહેલા મેલબોર્નમાં ઉમટ્યા કાળા ડિંબાગ વાદળો, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને નડશે વરસાદનું વિધ્ન ? જાણો મેલબોર્નનો વેધર રિપોર્ટ

મોલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

મેલબોર્નમાં હવામાન બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલ સુધી જે વાદળો વરસતા હતા તે આજે વરસવાના બંધ થઈ ગયા છે. વાદળોએ કદાચ એટલા માટે વરસવાનું બંધ કરી દીધુ હશે કે, તે પણ ભારત-પાકિસ્તાનની શાનદાર મેચનો રોમાંચ માણી શકે. હા, મેલબોર્નની (મેલબોર્ન) તાજેતરની હવામાન પરિસ્થિતિઓને જોતા, કંઈક આવું જ આંકી શકાય છે. એવું નથી કે આકાશ બિલકુલ સાફ થઈ ગયું છે. પરંતુ થોડા કલાકો પહેલાની સરખામણીમાં મેચના દિવસે તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. મેલબોર્નના હવામાનમાં (મેલબોર્ન હવામાન) આવેલા આ બદલાવને કારણે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર છે.

ભારત અને પાકિસ્તાનની ટીમો આજે T20 વર્લ્ડ કપ 2022માં પોતાના અભિયાનની શરૂઆત કરી રહી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય ટીમનો પ્રયાસ તે હારને બરાબરી કરીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતની શરૂઆત સાથે આગળ વધવાનો છે. ભારતીય ચાહકો પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ, તેના ઉત્સાહમાં હવામાન વિલન તરીકે કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

આકાશમાં ઘેરા વાદળો, વરસાદની શક્યતા ઓછી

જો કે, મેલબોર્નમાં હવામાનની તાજેતરની સ્થિતિ અનુસાર, મેચ શરૂ થાય તે પહેલા આકાશમાં હજુ પણ કાળા વાદળો છે, પરંતુ સારી વાત એ છે કે એક દિવસ પહેલા જેવો વરસાદ આજે નથી પડ્યો. દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે, પરંતુ તે પણ માત્ર 20 ટકા જેટલી. એટલે કે જેને સામાન્ય વરસાદ કહી શકાય એટલો વરસાદ વરસી શકે છે.

જો કે એક વાત તો સ્પષ્ટ છે કે જો મેલબોર્નના હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય, તો ચોક્કસપણે ક્રિકેટ ચાહકોને ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે 20-20 ઓવરની સંપૂર્ણ રમત જોવા મળશે. જો આવું થશે, તો ચાહકોને પણ તેમના ફેવરિટ ખેલાડીઓને રમતા જોવાનો મોકો મળશે.

રમાઈ શકે છે મેચ -લેટેસ્ટ હવામાન અપડેટ્સ

હવામાનને કારણે ભારત-પાકિસ્તાનની મેચમાં અત્યારે તો કોઈ ખતરો નથી જણાતો. પરંતુ, મેલબોર્નના હવામાન વિશે એક વાત પણ જાણીતી છે કે તમે તેના વિશે કોઈ ચોક્કસ આગાહી કરી શકતા નથી. આ વર્ષે T20 વર્લ્ડ કપ કઈ ટીમ જીતી રહી છે તે અત્યારે અનુમાન લગાવવું જેટલું મુશ્કેલ છે એટલુ જ મુશ્કેલ વરસાદની આગાહી બાબતે છે. જો કે અત્યાર સુધીના હવામાન અંગેના અપડેટ મુજબ ભારત-પાકિસ્તાન મેચ યોજાઈ શકે છે. અને, કદાચ તે સંપૂર્ણ 20 ઓવરની રમાઈ શકે છે.