પાટણની રાણ કી વાવ પછી નવી ઓળખ બન્યું ડાયનાસોર ગેલેરી

[og_img]

  • વેકેશનમાં હજારો પ્રવાસીઓએ ડાયનાસોર ગેલેરી જોવા માટે ઉમટી પડ્યા
  • માત્ર ત્રણજ દિવસમાં 30 હજાર લોકોએ સેન્ટરની મુલાકાત લીધી
  • સરસ્વતી તાલુકામાં 10 એકરમાં સાયન્સ મ્યુઝિયમ, ડાયનાસોર પાર્કનું નિર્માણ પામ્યું

ગુજરાતની પ્રાચિન અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વૈશ્વિક વિરાસત રાણ કી વાવથી સમગ્ર વિશ્વમાં વિખ્યાત બની છે. ત્યારે, હવે પાટણની નજીક સરસ્વતીના ચોરમારપુરા ખાતે 10 એકર જમીનમાં આકાર પામેલું રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ પણ તેની ઓળખ અને વિશેષતાને લઈ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ મ્યુઝિયમમાં બનેલી ડાયનાસોર ગેલેરી હવે પાટણની નવી ઓળખ બની છે અને માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં હજારો પ્રવાસીઓએ આ ડાયનાસોર ગેલેરી જોઈ આનંદિત થઈ રહ્યા છે.

પાટણનાં સરસ્વતી તાલુકાનાં ચોરમારપુરા ખાતે સમાલપાટીની સિમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું ગુજરાત સ્થાપના દીને મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે. ત્યારે, દિવાળીનું વેકેશન પડતા જ પ્રવાસીઓ પાટણ નજીક સરસ્વતી તાલુકા સેવા સદનની સામે બનેલાં સાયંસ મ્યુઝિયમ અને વિશાળ કાય ડાયનોસોર ની બનેલી ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

ડાયનાસોર ગેલેરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરનાં લોકો તથા પાટણમાં પ્રવાસ અર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.ત્યારે છેલ્લા ત્રણેક દિવસ માં જ 30 હજાર થી વધુ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર ગેલેરી ની મુલાકાત લીધી છે તેવું સાયન્સ સેન્ટર ના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું.