પંત નહીં આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાના મુખ્ય વીકેટકીપર, કેપ્ટને આપ્યા સંકેત

[og_img]

  • રોહિત શર્માએ પરફેક્ટ પ્લેઈંગ 11ના આપ્યો સંકેત
  • ચહલ, શમી, પંત અને દીપક હુડ્ડા ટોપ 11થી બહાર
  • દિનેશ કાર્તિક બનશે મુખ્ય વીકેટકીપર

T20 World Cup 2022માં ભારતીય ટીમના મુખ્ય વીકેટકીપર ઋષભ પંત નહીં પણ દિનેશ કાર્તિક હશે. કેપ્ટન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના એક નિર્ણયથી આ વાતના સંકેત મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિરોધમાં બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટી 20 વર્લ્ડકપ વાર્મઅપ મેચમાં ભારતીય ટીમે 15 ખેલાડીને ચાન્સ આપવાનું નક્કી કર્યું છે પણ ટોપ 11માં પણ પંતનો સમાવેશ થતો નથી. કેપ્ટન અને કોચના આ નિર્ણયથી સાબિત થાય છે કે પાકિસ્તાનની મેચમાં પંત નહીં પણ કાર્તિક રમે તેવી આશા વધુ છે.

23 ઓક્ટોબરે રમાશે મેચ

ટી 20 વર્લ્ડકપ 2022 ભારતીય ટીમ પોતાનું અભિયાન 23 ઓક્ટોબરે શરૂ કરશે. આ દિવસે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા 2 વોર્મ અપ મેચની મદદથી પોતાની તૈયારીને આખરી ઓપ આપી રહી છે. પહેલા વાર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયાના વિરોધમાં બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અહીં ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરાઈ છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ 11 સાથે મેદાન પર છે પણ ભારતીય ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત કરી નથી. એટલે કે ભારતની પૂરી સ્ક્વોડને થોડો ચાન્સ મળી શકશે.

શું છે નિયમો

નિયમોના અનુસાર વોર્મ અપ મેચ માટે પણ ટોપ 11 ખેલાડીના નંબરિંગ કરવાના રહે છે. એવામાં ભારતીય ટીમથી યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, પંત અને દીપક હુડ્ડાને ટોપ 11થી બહાર રાખવામાં આવ્યા છે. આ 4 ખેલાડીને ભાગ્યે જ ઓસ્ટ્રેલિયાના વિરોધમાં વોર્મ અપ મેચમાં હાથ અજમાવવાનો અવસર મળશે.

આવી હોઈ શકે છે ભારતની પરફેક્ટ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ.