ગુજરાત સરકારના ખેડૂત રાહત પેકેજને કિસાન સંઘે આવકાર્યું, કહ્યું ખેડૂતલક્ષી નિર્ણય

ગુજરાત(Gujarat)  સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ(Relief Package)  જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણયને રાજકોટ કિસાન સંઘે આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે આ પેકેજથી ખેડૂતોને ફાયદો થશે. જેમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.. જેનો લાભ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 28, 2022 | 10:15 PM

ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણયને રાજકોટ કિસાન સંઘે આવકાર્યો છે.  કિસાન સંઘના અગ્રણી દિલીપ સખિયાએ  કહ્યું છે કે આ પેકેજથી ખેડૂતોને ફાયદો થશે. જેમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.. જેનો લાભ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળશે. અંદાજે 9.12 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુક્સાન સામે સહાય ચૂકવાશે. સહાયનો લાભ 14 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકા 2 હજાર 554 ગામના ખેડૂતોને મળશે. જે 14 જિલ્લામાં સહાય મળશે તેમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે.. 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે પાક નુક્સાન થયું હતું.. જે અન્વયે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. આ સહાયનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમના પાકને 33 ટકા અને તેથી વધુ નુક્સાન થયું હશે.. કેળ સિવાયના પાકમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 6800 સહાય ચૂકવાશે. જ્યારે કેળના પાક માટે SDRFના બજેટમાંથી 13 હજાર 500 અને રાજ્ય સરકારના બજેટમાંથી 16 હજાર 500 મળીને કુલ 30 હજાર સહાય ચૂકવાશે.

SDRFના ધોરણો અનુસાર સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા 4 હજારથી ઓછી થતી હોય તો પણ ઓછામાં ઓછા 4 હજાર રૂપિયા સહાય ચૂકવાશે. પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થશે.. સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા ખેડૂતો માટે ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં.. તે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે..

Previous Post Next Post