[og_img]
- મિલક વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભામાં કર્યું હતું ભડકાઉ ભાષણ
- રામપુરની એમપી-એમએલએ કોટે 27 ઓક્ટોબરે દોષિત જાહેર કર્યા હતા
- પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત 9 વર્ષ સુધી નહિ લડી શકે ચૂંટણી
હેટ સ્પીચ મામલે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. ગુરુવારે રામપુર કોર્ટે આ મામલે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. આ મામલે પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આઝમ ખાનનું ધારાસભ્ય પદ રદ્દ થઇ શકે છે. કારણ કે તેમને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
શું છે હેટ સ્પીચનો કેસ?
જે કેસમાં આઝમ ખાણને આ સજા ફટકારવામાં આવી છે તે વર્ષ 2019 દરમિયાનનો કેસ છે. કથિત રીતે આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભામાં એક ચૂંટણી સભા દરમિયાન આપત્તિજનક અને ભડકાઉ ભાષણ કર્યું હતું. જેની ફરિયાદ ભાજપના નેતા આકાશ સક્સેના દ્વારા કરવામાં આવી હતી. આ મામલે રામપુરની એમપી-એમએલએ કોટે 27 ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો સંભળાવતા આઝમ ખાનને દોશી જાહેર કર્યા હતા.
હવે, આઝમ ખાનનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે કારણ કે વર્ષ 2002માં જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલ સુધારા મુજબ સજાનો સમયગાળો પૂર્ણ થયા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પહેલા, આ પ્રતિબંધ, ચુકાદો આવ્યાના દિવસથી જ લાગુ થતો હતો. પરંતુ, તેમાં કેટલીંક ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી. બાદમાં, સંસદમાં આ અંગે સંશોધન કરવામાં આવ્યું. નવા સુધારા મુજબ, સજા પ્રાપ્ત વ્યક્તિ પોતાની સજા પૂર્ણ કર્યા બાદ પણ 6 વર્ષ સુધી ચૂંટણી નથી લડી શકતો.
આઝમ ખાન પાસે શું છે વિકલ્પ?
જોકે, આઝમ ખાન પાસે હજુ પણ કેટલાંક વિકલ્પો છે. તે રામપુર કોર્ટના આ ચુકાદાની સામે નીચલી અદાલતમાં જઈ શકે છે. જો ત્યાંથી પણ તેમને રાહત નથી મળતી તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. આઝમ ખાન પોતે પણ ભારપૂર્વક કહી રહ્યા છે કે તેમની પાસે ઘણા વિકલ્પો છે. તેમણે કોર્ટના ચુકાદા બાદ નિવેદન આપ્યું હતું કે આ સજા વધારે પડતી હતી. જામીન અનિવાર્ય જોગવાઈ છે. એટલે હાલ તેઓ જામીન પર છે. પરંતુ, હું પણ ન્યાયની અપેક્ષા રાખું છું. આ તો પહેલું ચરણ છે. હજુ કાનૂની રસ્તાઓ ખુલ્લા છે અને ઘણા વિકલ્પો છે. આગળ સેશન કોર્ટ જઈશ. આખું જીવન જ સંઘર્ષ જ છે.
પહેલા પણ જેલ જઈ ચુક્યા છે આઝમ ખાન
આઝમ ખાન આમ કઈ પહેલી વાર જેલ નથી જઈ રહ્યા. આ પહેલા વકફ બોર્ડની સંપત્તિ પર ખોટી રીતે કબજો કરવાના કેસમાં આઝમ ખાનને 2 વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો છે. આ મામલે તેમના દીકરાને પણ થોડો સમય માટે જેલમાં રહેવું પડ્યું હતું. હવે તે કેસમાં તેમને જામીન મળી ગયા છે, પરંતુ, આ બીજા કેસમાં તેમને એકવાર ફરી ખરાબ રીતે ફસાવી દીધા છે. આઝમ ખાન માટે એક મોટું રાજકીય નુકશાન એ પણ છે કે તેઓ આગામી 9 વર્ષ સુધી ચૂંટણી નહી લડી શકે. એવામાં આગામી 9 વર્ષ સુધી તેઓ ચૂંટણી મેદાનથી પણ દૂર રહેશે. ચૂંટણી પંચ દ્વારા હવે ટૂંક સમયમાં રામપુર બેઠક પર પેટાચૂંટણી કરાવવામાં આવી શકે છે.