યુનિફોર્મ સિવિલ કોડ અંગે સેવાનિવૃત જજના અધ્યક્ષપણાની સમિતિની રચનાના પ્રસ્તાવને અખીલ ભારતીય સંત સમિતિએ આવકાર્યો

Kheda: યુનિફોર્મ સિવિલ કોડ અંગે સેવાનિવૃત જજની અધ્યક્ષતામાં સમિતિની રચનાના પ્રસ્તાવને ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયને અખીલ ભારતીય સંત સમિતિએ આવકાર્યો છે અને ગુજરાતના સંતો વચી અખીલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ ગુજરાત સરકાર અને ભાજપને સાધુવાદ પાઠવ્યા છે.

યુનિફોર્મ સિવિલ કોડ અંગે સેવાનિવૃત જજના અધ્યક્ષપણાની સમિતિની રચનાના પ્રસ્તાવને અખીલ ભારતીય સંત સમિતિએ આવકાર્યો

અખીલ ભારતીય સંત સમિતિ

ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હાઈકોર્ટના એક સેવાનિવૃત જજના અધ્યક્ષપણાની સમિતીની રચના કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટેના વિવિધ વિષયો પર ગહન ચિંતન–મૂલ્યાંકન આ સમિતી કરશે. યુનિર્ફોમ સિવિલ કોડ અંગે ભાજપની ગુજરાત સરકારે આ પહેલ કરી છે. તેને ગુજરાતના સંતો વતી અખિલ ભારતીય સંત સમિતિએ ગુજરાત સરકાર અને ભાજપને સાધુવાદ પાઠવ્યો છે. અખીલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ નિવેદન આપ્યુ કે દિલ્હી હાઈકોર્ટે દેશમાં સમાન નાગરિકસંહિતા અંગે દેશમાં કેન્દ્ર સરકારે સમાન નાગરિક સંહિતા લાવવા યોગ્ય પગલ લેવા જોઈએ તેમ જણાવ્યુ છે. સાથે જ કોર્ટે કહ્યું કે, દેશ, જાતિ, ધર્મ અને સમુદાયથી ઉપર ઉઠી રહ્યો છે. એવા સમયે સમાન નાગરિક સંહિતા એ સમયની માંગ છે.

સમાન નાગરિક સંહિતાના ફાયદાઃ

  1. બંધારણના આર્ટીક્લ 44માં રાજ્યોને ઉચિત સમયે સમાન નાગરિક સંહિતા બનાવવા માટેનો અધિકાર આપેલ છે.
  2. અલગ અલગ ધર્મોના અલગ અલગ કાયદાઓથી કોર્ટ-કચેરીમાં ભારણ, કામનો બોજ પડતો હોય છે. જે આ કાનુન આવવાથી રાહત થશે.
  3. લગ્ન, છુટાછેડા, દત્તક લેવા, મિલકતના વિભાજન અંગેના કાયદા બધા માટે સરખા રહેશે.
  4. વર્તમાનમાં બધા ધર્મો અંગેનાં પર્સનલ લો નીકળી જશે.
  5. ભારતની એકતા–અખંડિતતા મજબુત થશે. આ કાયદાથી રાજનીતિમાં પણ સુધારો થશે.
  6. સ્ત્રી–પુરૂષ અંગેનો ભેદ પણ કાનુની રીતે દૂર થશે.
  7. વર્ષ 1947માં ભારતના ભાગલા ધર્મનાં આધારે થયા, મુસ્લિમોએ હિંદુઓ સાથે નથી એવું એટલે પાકિસ્તાન બન્યું. પરંતુ હિંદુઓ માટે હિન્દુસ્તાન ના બન્યું. તે સમયે દેશનું નેતૃત્વ કરનારાઓ પર વિદેશી શિક્ષા સંસ્કારના પ્રભાવના કારણે ભારતને બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ લોકશાહી દેશ બન્યો.
  8. ચૂંટણીની રાજનીતીએ લઘુમતીઓના વોટબેન્કની લાલચે તેમને વિશેષ અધિકાર આપવાની, હિંદુ સમાજના વિશેષ સંપ્રદાયોને લઘુમતી દરજ્જો આપીને સરકારી સહાયો કરવાની નીતિ, દરેક ધર્મનાં લોકો માટે તેમની માન્યતાઓ મુજબ પર્સનલ લો બોર્ડ વગેરે બનાવીને માનસિક રીતે અલગતા પેદા કરી. પરિણામે આજે ભારતમાં અનેક સમસ્યાઓ જન્મી છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રારંભથી જ કાશ્મીરમાંથી 370મી કલમ નાબૂદ કરવી, રામજન્મભૂમિ મંદિર નિર્માણ કરવાની વાત કરેલી હતી. ભાજપે એ દરેક એજન્ડા પુરા કર્યાં. એવી જ રીતે તેઓનાં એજન્ડામાં વર્ષોથી સમાન નાગરિક કાનુન લાગુ કરવાની વાત કરેલી જ હતી અને વર્તમાનમાં ભારતમાં કોઈ તુષ્ટીકરણ નહીં બધા જ નાગરિકો માટે સમાન કાનુનએ સમયની માંગ છે. ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા માટેની સૈધ્ધાંતિક મંજુરી કેબિનેટની બેઠકમાં આપી દીપી છે.

Previous Post Next Post