ખેડામાં કેમ અહીં ગરબા રમો છો કહી એક સમુદાયના ટોળાએ પથ્થરમારો કર્યો

[og_img]

  • તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર પથ્થરમારો
  • પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
  • ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડાના માતરના ઉંઢેરા ગામે પથ્થરમારો થયો છે. જેમાં ગરબા રમવા બાબતે 150થી 200 લોકોના ટોળાનો હુમલો કર્યો હતો. તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર
પથ્થરમારો થતા પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસની હાજરીમાં કરાયો પથ્થરમારો
ઉલ્લેખનીય છે કે ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પોલીસની હાજરીમાં પથ્થરમારો કરાયો છે. તથા પથ્થરમારામાં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમજ સ્થાનિકોએ જણાવ્યું છે કે અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો. DSP રાજેશ ગઢીયા, Dysp વિ.આર.બાજપાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી રહ્યા છે.  

પથ્થરમારામાં બે પોલીસ જવાન થયા ઈજાગ્રસ્ત
નવરાત્રિના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં 8થી 10 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. તથા ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
છે.

Previous Post Next Post