Header Ads

ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ ! ગરબે રમતા ખૈલેયા પર થયો પથ્થરમારો | Khelaiyas' were allegedly attacked by a different community while performing Garba in Matar

લઘુમતિ સમાજના કેટલાક લોકોએ કહ્યું કે અહીં ગરબા નહીં રમવાના. આ બાબતે આગળ કોઈ વાતચીત થાય તે પહેલા જ ચારેબાજુથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી.

ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ ! ગરબે રમતા ખૈલેયા પર થયો પથ્થરમારો

Khelaiyas’ were allegedly attacked by a different community

ખેડા (kheda) જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. માતર તાલુકાના (Matar Taluka) ઉંઢેરા ગામે આઠમના ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન લઘુમતિ સમાજના કેટલાક તત્વોએ પથ્થરમારો કરતા 6થી 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.  ઉંઢેરા ગામના સરપંચનું કહેવું છે કે,  તેમણે બાધા રાખી હતી કે સરપંચ બનશે ત્યારે આઠમના ગરબા કરાવશે.  માંડવી ચોકથી લઈને તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન હતું.  રાત્રે લોકો ગરબા (Garba) ગાઈ રહ્યા હતા.  તે દરમિયાન લઘુમતિ સમાજના (minority community) કેટલાક લોકોએ કહ્યું કે અહીં ગરબા નહીં રમવાના. આ બાબતે આગળ કોઈ વાચતીત થાય તે પહેલા જ ચારેબાજુથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી.

પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

કેટલાક લોકો ભાગીને આગળ જતાં ત્યાં પણ લોકો લાકડીઓ અને હથિયારો સાથે ઉભા હતા. સરપંચનું કહેવું છે કે 150થી 200 લોકોએ હુમલો કર્યો હતો. ગરબાના આયોજનની તે લોકોને પહેલેથી જ જાણ થઈ ગઈ હતી. જેથી તેમણે હુમલાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ (kheda police)  પહોંચી ગઈ હતી. રાત્રે ખેડા DSP રાજેશ ગઢીયા, ખેડાના DySP વી.આર.બાજપાઈ, માતરના મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે પહોંચી ગયો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લઘુમતિ સમાજના કેટલાક તત્વોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

શાળામાં ચાલુ ગરબા વચ્ચે તાજીયા !

મહત્વનું છે કે કેટલાક દિવસ પહેલા જ ખેડાના હાથજ ગામે પણ શાળામાં ગરબા ચાલી રહ્યા હતા.  તે દરમિયાન અચાનક તાજિયા (Tajiya) શરૂ કરી દેવાયા હતા.  જેમાં ચાર શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે શાળામાં 5 મિનિટ ગરબા કર્યા બાદ તાજીયા શરૂ કરવામાં આવ્યાં હતા. શાળાની શિક્ષિકાઓએ તાજીયાના ગીતો શરૂ કરી વિદ્યાર્થીને તાજીયા કરવા કહ્યું હતું. એટલું જ નહીં તાજીયા નહીં રમો તો વિદ્યાર્થીઓને નાપાસ કરવાની શિક્ષિકાઓએ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Powered by Blogger.