વાયરલ વીડિયો: મને મારા પપ્પાની ચિંતા થાય છે… છોકરીએ રડતા રડતા કહી આવી વાત, વીડિયો જોઈ લોકો થયા ભાવુક

તેઓ એકબીજા સાથે લોહી અને ભાવનાત્નક સંબંધથી બંધાયેલા હોય છે. હાલમાં એક દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી શકે છે.

વાયરલ વીડિયો: મને મારા પપ્પાની ચિંતા થાય છે… છોકરીએ રડતા રડતા કહી આવી વાત, વીડિયો જોઈ લોકો થયા ભાવુક

Viral video

Image Credit source: File photo

Trending Video : સંબંધો કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખાસ હોય છે. તે સંબંધોને કારણે જ વ્યક્તિ પોતાનું આખુ જીવન ખુશીથી જીવી શકે છે. આ બધા સંબંધોમાં પિતા અને દીકરીનો સંબંધ સૌથી ખાસ અને અલગ હોય છે. દીકરીઓ પોતાની માતા કરતા વધારે તેના પિતાની વધારે નજીક હોય છે. દુનિયાના લગભગ દરેક પિતા અને દીકરી એકબીજાની વધારે કાળજી કરતા હોય છે. તેઓ એકબીજા સાથે લોહી અને ભાવનાત્નક સંબંધથી બંધાયેલા હોય છે. હાલમાં એક દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી શકે છે.

આ વાયરલ વીડિયોમાં એક છોકરી પોતાના પપ્પા વિશેની વાત રડતા રડતા કહી રહી છે. તેને સાંભળીને દરેક પિતાની સાથે બધાની આંખો આંશુથી ભરાય શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે , એક છોકરી ખુબ રડી રહી છે. પહેલા તો તેણે પોતાના રડવાનું કારણ નહીં જણાવ્યુ. તે એટલુ કહે છે કે પહેલા કેમેરા રેકોર્ડિગ બંધ કરો, તો જ હું કહીશ. પછીથી તે પોતાની મમ્મીને પોતાના રડવાનું કારણ કહે છે. તે રડતા રડતા કહે છે કે, મને પપ્પાનું ટેન્શન થાય છે. તે જ્યારે પણ દુકાન જાય છે ત્યારે સાંજે ભોજન નથી કરતા. ભૂખા રહીને કામ કરે છે. તેના કારણે તે દુબળા-પાતળા થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ સરસ મજાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @btetctet નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર પોસ્ટ થયેલા આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, આ છે પપ્પાની રિયલ પરી. માત્ર 2 મિનિટના આ વીડિયોને 2 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દીકરીઓથી ચઢિયાતુ આ દુનિયામાં કઈ નથી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, પોતાના પિતા માટે આટલુ બધુ માત્ર દીકરી જ વિચારી શકે છે.

Previous Post Next Post