Saturday, October 29, 2022

અમદાવાદના ત્રિકમપુરામાં ઈકો ગાડી સાથે કારચાલક કેનાલમાં ડૂબ્યો

[og_img]

  • અમદાવાદ ના જશોદાનગર વટવા રોડ પર ની કેનાલ ની ઘટના
  • પરિવારજનોની મદદથી ક્રેઈન બોલાવીને ગાડી બહાર કાઢવામાં આવી
  • ફાયર વિભાગ કે તંત્રને જાણ કર્યા વિના જ કાર ચાલક ફરાર

અમદાવાદના જશોદાનગર વટવા રોડ પર આવેલ કેનાલમાં ઈકો ગાડી સાથે કારચાલક કેનાલમાં ડૂબ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે. ગાડી પૂરપાટ ઝડપથી આવી રહી હતી અને બેલેન્સ ના રહેતા ગાડી સાથે કેનાલમાં પડ્યો હતો. કાર ચાલકના પરિવારોએ ક્રેઈનની મદદથી ગાડી બહાર કઢાવી હતી. ફાયર વિભાગ કે તંત્રને કોઈપણ જાતની જાણ કર્યા વિના જ કારચાલક કેનાલમાંથી કાર બહાર કાઢીને ફરાર થઈ ગયો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.