Surat : પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાય તેવી શકયતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે રાજકીય પક્ષો દ્વારા તોડ જોડનું રાજકારણ પણ ચરમસીમા પર છે. જેમાં નેતાઓની એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવુતિ પણ વધી છે. તેવા સમયે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 29, 2022 | 7:44 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે રાજકીય પક્ષો દ્વારા તોડ જોડનું રાજકારણ પણ ચરમસીમા પર છે. જેમાં નેતાઓની એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવુતિ પણ વધી છે. તેવા સમયે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ બંને આગેવાનો ગારિયાધારમાં યોજાનાર AAPની સભામાં જોડાય તેવી શક્યતા છે. જેમાં અલ્પેશ કથિરીયાએ બેઠક બાદ નિર્ણય લીધો છે. હાલ અલ્પેશ કથિરીયાની પાટીદાર યુવા નેતા તરીકેનો ઓળખ છે.