સાવધાન! ભૂલથી પણ ન કરતા આ વેબસાઈટ પર જોબ માટે એપ્લાઈ, સરકારે આપી ચેતવણી

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ માહિતી આપી છે. PIBએ જણાવ્યું છે કે samagrashiksha.org નામની નકલી વેબસાઈટ સમગ્ર શિક્ષા અભિયાન બનીને નોકરી અપાવવાનો દાવો કરી રહી છે.

સાવધાન! ભૂલથી પણ ન કરતા આ વેબસાઈટ પર જોબ માટે એપ્લાઈ, સરકારે આપી ચેતવણી

PIB Fact check

Image Credit source: Twitter

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સમગ્ર શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટના નામે નકલી વેબસાઈટ ચલાવવામાં આવી રહી છે. આ નકલી વેબસાઈટ (Fake Website) દ્વારા લોકોને અલગ-અલગ પોસ્ટ પર સરકારી નોકરી અપાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર શિક્ષાની વેબસાઈટના નામે આ નકલી વેબસાઈટ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ માહિતી આપી છે. PIBએ જણાવ્યું છે કે samagrashiksha.org નામની નકલી વેબસાઈટ સમગ્ર શિક્ષા અભિયાન બનીને નોકરી અપાવવાનો દાવો કરી રહી છે.

પીઆઈબીએ કહ્યું કે આ વેબસાઈટને ભારત સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. સાચી માહિતી માટે લોકો સમગ્ર શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ samagra.education.gov.in પર જઈ શકે છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એક તસવીર પણ શેર કરી છે.

વાસ્તવમાં, આ નકલી વેબસાઇટની મુલાકાત લેવા પર, જાણવા મળે છે કે અહીં નોકરીની ખાલી જગ્યાની વિગતો આપવામાં આવી રહી છે. શિક્ષકની ભરતીથી લઈ આન્સર કી જેવી માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વેબસાઇટ પર લાખો નોકરીની ખાલી જગ્યાઓનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને ચેતવણી આપવામાં આવે છે કે લોકોએ આ વેબસાઈટ દ્વારા કોઈપણ પ્રકારની નોકરી માટે અરજી કરવી જોઈએ નહીં.

સમગ્ર શિક્ષા અભિયાન શું છે?

હકીકતમાં, કેન્દ્રીય બજેટ 2018-19માં પ્રિ-નર્સરીથી ધોરણ 12 સુધીના શિક્ષણને વિભાજિત કર્યા વિના સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પ્રિ-સ્કૂલથી ધોરણ 12 સુધીના શાળાકીય શિક્ષણને તૈયાર કરવાનો હતો. તેના દ્વારા શાળા શિક્ષણ માટે સમાન તકો અને સમાન શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાનો હતો. તે સર્વ શિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષક શિક્ષણ (TE)ની અગાઉની ત્રણ યોજનાઓ સાથે એકીકૃત છે.