થોડા દિવસ પહેલા જ વેસુ પોલિસ મથકના ઉદઘાટન કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી જણાવ્યું હતું કે શહેરમાં ધૂમ બાઇક ચલાવનાર અને ઓવર સ્પીડમાં બાઇક ચલાવનારાઓ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પોલીસે ધૂમ સ્ટાઈલમાં બાઇકસવારો સામે લાલ આંખ કરી છે
સુરત (સુરત )પોલીસે ધૂમ સ્ટાઈલથી રસ્તા પર વાહન હાંકનાર ચાલકો સામે લાલઆંખ કરી છે. સુરત પોલીસ(પોલીસ ) દ્વારા તહેવારના દિવસોમાં શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ દ્વારા મોડી રાત્રે રસ્તાઓ પર બેફામ રીતે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવનાર દિવાળીના તહેવારને અનુસંધાને સરપ્રાઇઝ વ્હીકલ કોમ્બિંગ કર્યું હતું. શહેરમાં કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે રહે તે માટે આ કામગીરી કરવામાં આવી હતી.
આવનાર દિવાળી તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ જુદા જુદા પ્રકારની શહેરમાં કામગીરી કરી રહી છે. જે અંતર્ગત ગત મોડી રાત્રે સુરત સીટી પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ મથકના હદ વિસ્તારોમાં વ્હીકલ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી.સુરતના ઉમરા, અલથાણ, અઠવા અને વેસુ પોલીસ સ્ટેશનના જુદા જુદા મુખ્ય પોઇન્ટ્સ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના કાફલા સાથે રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઇવ કરવામાં આવી હતી.
સુરતમાં થોડા દિવસ પહેલા જ વેસુ પોલિસ મથકના ઉદઘાટન કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી જણાવ્યું હતું કે શહેરમાં ધૂમ બાઇક ચલાવનાર અને ઓવર સ્પીડમાં બાઇક ચલાવનારાઓ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.આવા કોઈ પણ બાઇક ચાલકોને છોડવામાં આવશે નહીં. અને આનું પરિણામ પોલીસ દ્વારા દસ દિવસમાં જોવા મળશે. ત્યારે ગત મોડી રાત્રીએ સુરત પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાયેલ જાહેરાત મુજબની કાર્યવાહી જોવા મળી હતી.
શહેરમાં ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારવું અને જુદા જુદા ગ્રુપ બનાવી રેસ ડ્રાઇવિંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આવા બાઈક ચાલકો દ્વારા રસ્તા પર વ્યવસ્થિત રીતે જઈ રહેલા વાહન ચાલકોને નુકસાની પહોંચે છે,અકસ્માતનો ભોગ બનવું પડે છે.જેને લઇ સુરત પોલીસ દ્વારા રસ્તા પર ઉતરી સરપ્રાઈઝ વિહિકલ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે ધુમ બાઈ ચલાવતા વાહન ચાલકો,રેસ ડ્રાઇવિંગ કરતા હોય તેવા અને ટ્રિપલ રાઇડીંગ કરતા હોય તેવા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે વ્હિકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજી
પોલીસ અધિકારી ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા આ ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેમાં મોડી રાત્રે રસ્તાઓ પર ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા, ત્રીપલ સીટ અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો પર ગાડીઓ જમા લઈ કારવાહી કરવામાં આવી છે.પોલીસે આ કાર્યવાહીમાં અનેક વાહનો જપ્ત કર્યા છે. આ સાથે તેમણે શહેરીજનોને સૂચન આપતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈ સુરત પોલીસ દ્વારા દરેકને ખાસ સૂચના છે, કોઈપણ રેસ ડ્રાઇવિંગ નહીં કરે, ધુમ સ્પીડમાં બાઈક નહીં ચલાવે, ટ્રાફિક પોલીસના નિયમોને અનુસરે.જેથી પોલીસ તેમની સુરક્ષામાં કામગીરી કરી શકે. ઉપરાંત જણાવ્યું હતું કે દિવાળી અનુસંધાને આ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ રાખવામાં આવી છે.શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.