રાજકોટમાં વિદ્યાર્થીને માર મારતા શિક્ષકને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

[og_img]

  • વાલી સહિતના પરિવારે શિક્ષક સાથે ઝપાઝપી પણ કરી
  • રાજકોટમાં વિદ્યાર્થીને ઢોર માર મરાતા સર્જાયો વિવાદ
  • ખાનગી શાળાએ કોમ્પ્યુટરના શિક્ષકને સસ્પેન્ડ કર્યો

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ટાગોર રોડ પર હેમુગઢવી હોલ સામે આવેલી પી&બી સ્કૂલમાં વિદ્યાર્થીએ હોમવર્ક પૂરતું કર્યું ન હોવાથી કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીને માર માર્યો હતો. જો કે શાળા દ્વારા તાત્કાલિક અસરથી આ શિક્ષકને સસ્પેન્ડ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજકોટના ટાગોર રોડ પર આવેલ હેમુગઢવી હોલ સામે આવેલી પી & બી સ્કૂલમાં આજે સવારે 8.30 વાગ્યે કોમ્પ્યુટર વિષયના શિક્ષક એશાન દતા એ વિદ્યાર્થીઓના હોમવર્ક ચેક કરવાનું શરૂ કર્યું હતું જે પૈકી ચાર જેટલા વિદ્યાર્થીઓએ અધૂરું હોમવર્ક કર્યું હોવાથી માર માર્યો હતો અને આ પૈકી એક વિદ્યાર્થીને વધુ માર માર્યો હતો. વિદ્યાર્થીનું કહેવું છે કે શિક્ષકે તેને પાંચ થી છ લાફા માર્યા હતા અને વાંસામાં પણ ધબ્બો માર્યો હતો જેથી ગાલમાં ચાંભા પણ પડી ગયા છે.

બીજા લોકોના ઘરકામ કરી ચોકીદારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ રાવલ પરિવારના દીકરાને શિક્ષકે માર માર્યાની ખબર પડતા તેઓ શાળાએ દોડી ગયા હતા અને શિક્ષક સાથે ઝપાઝપી પણ કરી હતી. મજૂરી કામ કરી બાળકને ભણવા મોકલીએ છીએ માર ખાવા નહિ તેવો આક્રોશ બાળકની માતા એ વ્યક્ત કર્યો હતો. જયારે શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા નિર્ણય કર્યો હતો અને ઘટનાને વખોડી કાઢી હતી.

Previous Post Next Post