ગુજરાત વિધાનસભા ચુંટણીની લઇને (Gujarat Assembly Election 2022) રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને(Congress) વધુ એક આંચકો લાગ્યો છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીની લઇને (Gujarat Assembly Election 2022) રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને(Congress) વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ(Harshad Ribadiya) ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. હર્ષદ રિબડીયા વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું હતું. તેમજ કોંગ્રેસમાંથી છેડો ફાડયા બાદ રિબડીયાની ભાજપમાં જોડવવાની અટકળો તેજ થઈ છે.