[og_img]
- મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં ભારતને અપાવી જીત
- આ પહેલા શમીને મેચમાં એક પણ ઓવર નહોતી નાખી
- કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું શમીને છેલ્લી ઓવર આપવાનું કારણ
ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને T20 વિશ્વકપ 2022ની પ્રેક્ટીસ મેચમાં 6 રનથી હરાવી દીધું હતું. આ મેચના હીરો બની ગયેલા મોહમ્મદ શમીએ છેલ્લી ઓવર નાખીને 3 વિકેટ ઝડપી હતી. વાસ્તવમાં, ઑસ્ટ્રેલિયાને જીત માટે 11 રન બનાવવાની જરૂર હતી. જયારે માત્ર 4 જ રન બની શક્યા અને છેલ્લા 4 બોલમાં વિકેટો પડી હતી. જેમાં રનઆઉટ પણ સામેલ છે. આ ઓવર પહેલા શમી મેદાનની બહાર આરામ કરી રહ્યો હતો, પરંતુ અચાનક રોહિતે તેને છેલ્લી ઓવર આપવાનો નિર્ણય કર્યો. મેચ બાદ રોહિતે શમીના વખાણ કરતા ગેમ પ્લાન અંગે જાણકારી આપી હતી.
શમીને આપવા માંગતો હતો પડકાર : રોહિત
રોહિત શર્માએ શમીના વખાણ કરતા કહ્યું હતું કે શમી ઘણા સમય પછી મેદાનમાં પરત ફરી રહ્યો હતો. એટલે અમે તેને એક ઓવર આપવા માંગતા હતા. શમીને એક પડકાર આપવામાં માંગતો હતો અને તેની પાસે છેલ્લી ઓવર કરાવવાનો જ પ્લાન હતો. બાદમાં તેણે જે કર્યું તે આપણે બધાએ જોયું છે. આગળ પણ આ પ્લાનની સાથે જ ચાલી શકીએ છીએ. જણાવી દઈએ કે, ભારતે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની સફળ 50 રનના દમ પર 186 રન બનાવ્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ફિન્ચના 50 રન કરવા છતાં માત્ર 180 રન જ બનાવી શકી હતી.
બેટિંગને લઈને રોહિતે કહ્યું:
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે અમે સારી બેટિંગ કરી. અમે છેલ્લે છેલ્લે 10-15 રન વધુ ઉમેરી સકતા હતા. અમે ઈચ્છતા હતા કે એક સેટ બેટ્સમેન છેલ્લે સુધી ટકી રહે. સૂર્યકુમાર યાદવે એમ જ કર્યું. આ એક એવી પીચ હતી કે જ્યાં તમે તમારા શોટ્સ પર વિશ્વાસ કરી શકો છો. તમને આ પ્રકારના મેદાન પર બેટિંગ કરવાની કુશળતા હોવી જોઈએ. તમે બોલને ગેપમાં મોકલીને સારા રન બનાવી શકો છો. આ અમારા માટે ઘણી સારી પ્રેક્ટીસ મેચ હતી. જોકે, સુધારા થઇ શકે છે.
હાર બાદ શું બોલ્યા આરોન ફિન્ચ
તેમણે બોલિંગ અંગે વાત કરતા કહ્યું હતું કે મેં બોલર્સ પાસેથી વધુ કંટીન્યુટી ઈચ્છું છું. તેમણે ચીજોને સરળ રાખવાની અને થોડી વધુ મહેનતની જરૂર છે. સરવાળે, અમારા માટે આ એક સારી મેચ હતી, તેમની સારી ભાગીદારી રહી અને તેને કારણે જ અમારા પર દબાણ વધ્યું. તો બીજી બાજુ, હારેલ ટીમના કેપ્ટન આરોન ફિન્ચએ કહ્યું હતું કે અમે શીખ્યા છીએ કે અમારે લોઅર ઓર્ડરમાં વધુ મહેનત કરવાની જરૂર છે. કેએલ રાહુલની ધમાકેદાર શરૂઆત બાદ અમે મેચને સાચવવાનો પ્રયાસ કર્યો પરંતુ દિવસ અમારો ન હતો. કેન રિચર્ડસનની ગેમ પણ સારી હતી પરંતુ તેમ છતાં અમે જીતી ન શક્યા.