500 ટ્રાફિક બ્રિગેડ જવાનો અને તાલીમમાં રહેલા 700 ટીઆરબીને પણ પોસ્ટિંગ આપી પોલીસ સ્ટેશન ફાળવી દેવાયું છે. દિવાળીના પર્વ દરમિયાન શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ લેવામાં આવશે.
તહેવાર પર ટ્રાફિક પોલીસની ફરજ
દીવાળીનો (દિવાળી 2022) તહેવાર સાવ નજીક આવીને ઉભો છે, ત્યારે બજારોથી માંડીને મોલ, બસ સ્ટેશન (બસ સ્ટેશન) અને રેલ્વે સ્ટેશને જ્યાં જુઓ ત્યાં ભીડ ઉમટી રહી છે. દરેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ પર્વમાં જાહેર સ્થળો પર છેડતીની, ખીસ્સા કપાવાની કે અન્ય અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ એકશન પ્લાન અંતર્ગત શહેરની સલામતી માટે વધુ 500 હોમગાર્ડ (હોમ ગાર્ડ) જવાનોને ફિલ્ડમાં ઉતારવામાં આવશે તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે ટ્રાફિક નિયમન કરશે.
ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે તહેવારમાં લોકોની મજા ન બગડે તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ખરીદી સમયે લોકોની ભીડમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, છેડતીની ઘટના ન બને અને કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે ખાસ આયોજન કર્યું છે. તે અંતર્ગત આજથી 500 જેટલા નવા હોમગાર્ડને લેવામાં આવી રહ્યા છે. સાથે જ 500 ટ્રાફિક બ્રિગેડ જવાનો અને તાલીમમાં રહેલા 700 ટીઆરબીને પણ પોસ્ટિંગ આપી પોલીસ સ્ટેશન ફાળવી દેવાયું છે. દિવાળીના પર્વ દરમિયાન શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ રહેશે અને બજારમાં વધુ ભીડ હોવાથી શી ટીમ (તેણી ટીમ) પણ સાદા કપડાંમાં રહેશે.
ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન
- મહિલાની સુરક્ષા માટે ખાસ સિવિલિયન મહિલા પોલીસ રહેશે
- 70 હોક બાઈક અને 70 પીસીઆર વાન ફિલ્ડમાં રહેશે
- 90 શી ટીમ બજારોમાં સલામતીનું ધ્યાન રાખશે
- ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામ દૂર કરવા 14 ક્રેઈન રખાશે
- ચાર રસ્તા જરૂરિયાત મુજબ ખુલ્લા કરાશે
- સિગ્નલના સમયમાં જરૂર મુજબ ફેરફાર કરી બ્લિન્કર મોડ પર રખાશે
સાદા કપડાંમાં રહેશે મહિલા પોલીસ
નવરાત્રિમાં જેમ મહિલા પોલીસ સાદા કપડાંમાં જોવા મળે છે તેવી જ રીતે દીવાળીમાં જાહેર જગ્યાઓએ પણ મહિલા પોલીસ હાજર રહેશે. સાથો સાથ તહેવારોમાં કોમી એખલાસનો માહોલ જળવાઈ રહે તે માટે સોશ્યિલ મીડિયા પર પણ પોલીસ બાજ નજર રાખશે. મહત્વનું છે કે દિવાળીમાં 4-5 દિવસ શહેરીજનો પોતાના વતન અથવા તો ટુરીસ્ટ સ્પોટ પર પરિવાર સાથે ફરવા જતા હોય છે. તેવામાં ચોરી જેવી ઘટનાઓ અટકાવવા માટે પણ પોલીસનું સતત પેટ્રોલીંગ અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે. ત્યારે શહેર પોલીસે લોકોને પણ નિયમો પાળવા અપીલ કરવાની સાથે સાથે પોતાના ઘર મિલકત સહી સલામત રાખવા સૂચનો કર્યા છે.