કોહલી જેવી હાલત થઇ ગાંગુલીની, 'દાદા'ના દિવસો થયા પુરા

[og_img]

  • BCCIએ ગાંગુલીને અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવાનો ઈન્કાર કર્યો
  • 1983ના વર્લ્ડકપ ચેમ્પિયન રોજર બિન્ની BCCIના આગામી બોસ બનશે
  • 2021માં કોહલીની જગ્યાએ રોહિતને કેપ્ટન બનાવતા થયો હતો વિવાદ

વિરાટ કોહલી એક સમયે જે પરિસ્થિતિમાં હતો એવી જ હાલત હવે સૌરવ ગાંગુલીની થઇ છે. ગયા વર્ષે BCCIએ વિરાટ પાસેથી કેપ્ટનશિપ છીનવી લીધી હતી હવે BCCI ‘દાદા’ એટલે કે ગાંગુલી પાસેથી પ્રમુખ પદ છીનવી રહી છે.

ગાંગુલીના પ્રમુખપદનો આવશે અંત

BCCIએ સૌરવ ગાંગુલીને તેના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવાનો ઈન્કાર કરી દીધો છે. 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની ભારતીય ક્રિકેટ બોર્ડના આગામી બોસ હશે. સચિવ જય શાહ તેમના પદ પર ચાલુ રહેશે. ઓક્ટોબર 2019માં પ્રમુખ બનેલ સૌરવ ઇચ્ચ્તો હતો કે તે વધુ એક કાર્યકાળ પૂર્ણ કરે. પરંતુ આ થઈ શક્યું નહીં. તેણે બોર્ડની બેઠકમાં તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો જેના પર પ્રશ્નો ઉભા થયા હતા. સૌરવ ગાંગુલી અલગ પડી ગયો હતો. દાદા હાલમાં જે પરીસ્થિતિમાં છે, જ્યાં એક વર્ષ પહેલા વિરાટ કોહલી ઉભો હતો.

વિરાટને કેપ્ટનશિપ છોડવાની ફરજ પડી

સૌરવ ગાંગુલીના ત્રણ વર્ષના કાર્યકાળનો સૌથી મોટો વિવાદ 2021માં થયો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેલા વિરાટ કોહલી સાથે તેના અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા. ભારતને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો હતો. વિરાટ કોહલીની જગ્યાએ અચાનક જ રોહિત શર્માને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, T20 ટીમની કેપ્ટનશીપ છોડતી વખતે કોહલીએ ODI અને ટેસ્ટ ટીમોની કેપ્ટનશીપ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ BCCIની ઈચ્છા સફેદ બોલના ફોર્મેટમાં માત્ર એક જ કેપ્ટન હોય તેવી હતી. જેના કારણે કોહલી પાસેથી વનડે ટીમની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી. ત્યારપછી એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડે કોહલી સાથે આ અંગે વાત કરી હતી, પરંતુ કોહલીએ સ્પષ્ટપણે કોઈ વાતનો ઇનકાર કર્યો હતો. આ પ્રવાસ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

નજીકના લોકોએ ગાંગુલીનો સાથ છોડ્યો

ગાંગુલી BCCIના પ્રમુખ તરીકે ચાલુ રહેવા ઉત્સુક હતો, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે બોર્ડના પ્રમુખ પદ સાથે આવું નથી. સૌરવ ગાંગુલી અને જયેશ જ્યોર્જને બાદ કરતાં, BCCIની મુખ્ય સંસ્થાના દરેક પદાધિકારીને વધુ એક તક મળી છે. BCCI હેડક્વાર્ટરમાં 11 ઓક્ટોબરે યોજાયેલી મીટિંગમાં હાજર એક સભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું, “સૌરવ અસ્વસ્થ દેખાતો હતો. તે નિરાશ પણ હતો. નોમિનેશન પ્રક્રિયા પૂરી થયા બાદ ઓફિસ છોડનારા તે છેલ્લો વ્યક્તિ હતો. તે કારમાં ઝડપથી બેઠો, બારી ઉંચી કરી અને ચાલ્યો ગયો. નોમિનેશન દિવસ પહેલા અનૌપચારિક મીટિંગોમાં, ગાંગુલીને કહેવામાં આવ્યું હતું કે તેનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું નથી. BCCIના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન BCCI ટીમના માર્ગદર્શક એન. શ્રીનિવાસન ગાંગુલીના સ્પષ્ટવક્તા ટીકાકારોમાંના એક હતા. દાદા પર એવી બ્રાન્ડ્સનું સમર્થન કરવાનો આરોપ હતો જે BCCIના સત્તાવાર પ્રાયોજકોની વિરુદ્ધ હતી.

Previous Post Next Post