Botad : હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ પુરજોશમાં | Botad Preparations to install a 54 feet tall statue of Hanuman in full swing

બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કાળી ચૌદસ પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે.

Botad :  હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ પુરજોશમાં

Botad Salangpur Mandir

Image Credit source: File Image

જો તમે દિવાળી આસપાસ જો તમે  ગુજરાતમાં બોટાદના સાળંગપુર (Salangpur) જશો તો 7 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની (Hanuman) વિરાટ પ્રતિમાનાં દર્શન થશે. જીહા, બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કાળી ચૌદસ પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે. દાદાની વિરાટ પ્રતિમાનું લોકાપર્ણ વડાપ્રધાન મોદી કરે તેવી મંદિર વિભાગે માહિતી આપી છે.30 હજાર કિલો વજન અને પંચધાતુની આ પ્રતિમા હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રતિમા સાળંગપુરની શોભા બનશે. આ મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.

ભૂકંપના મોટા ઝટકાની અસર થશે નહીં

દાદાની આ વિશાળ પ્રતિમાથી સાળંગપુરની કાયાપલટ થશે.દાદાની પ્રતિમાની વિશેષતાની વાત કરીએ તો, દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા તૈયાર થઈ રહી છે..આ પ્રતિમા સાળંગપુર આવતા 7 કિમી દૂરથી દેખાશે.1,35,000 સ્કેવર ફૂટ જગ્યામાં આકાર લેશે.દક્ષિણ મુખે હનુમાનજીની જાયન્ટ પ્રતિમા મુકવામાં આવશે.પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે..અંદરનું સ્ટ્રકચર સ્ટીલનું છે.ભૂકંપના મોટા ઝટકાની અસર થશે નહીં..બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે.જયારે બેઝની વોલ પર દાદાનું જીવન ચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે.

મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે

જેમાં સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરાશે. આ અંગે મળતી માહિતી મુજબ 100 જેટલા શિલ્પીઓ દ્વારા તૈયાર થનાર આ મૂર્તિને 1000 વર્ષ સુધી કોઈ નુકશાન ન થાય તે રીતે તૈયાર કરાશે. આ પંચધાતુવાળી મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત બોટાદના સાળંગપુરમાં આવેલા પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે ભાવિક ભક્તોની સુવિધામાં વધારો કરવા મંદિર ખાતે યાત્રિક ભવનનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક યાત્રિક ભવનનું ખાતમુહૂર્ત આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યાત્રિક ભવનમાં વી.વી.આઈ.પી, વી.આઈ.પી. સહિતના રૂમ તેમજ હોલ બનાવવામાં આવશે.. કુલ 4 વીઘામાં એક હજાર જેટલા રૂમોનું નિર્માણ કરવામાં આવશે.જેથી રાત્રી રોકાણ કરનાર શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા નહિ પડે તેમજ તેઓ સવારની મંગળા આરતીનો પણ લાભ લઈ શકશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટનું નામ કિંગ ઓફ સાળંગપુર રાખવામાં આવ્યું છે.

Previous Post Next Post