Gujarat Election: ગુજરાતમાં AAPને મોટો ઝટકો, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

ભાજપે (BJP) દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) પદાધિકારી રહેલા 15 લોકોએ જામનગરમાં લગભગ 200 કાર્યકરો સાથે ભાજપનો ઝંડો ઊંચક્યો છે. દિલ્હીમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનથી દુઃખી થઈને આ તમામ લોકોએ AAP સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.

Gujarat Election: ગુજરાતમાં AAPને મોટો ઝટકો, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં AAPને મોટો ઝટકો

Image Credit source: પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) બાદ હવે ભાજપે (BJP) પણ 200 નેતાઓને પાર્ટીમાં જોડાવાનો દાવો કર્યો છે. ભાજપના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટીમાં પદાધિકારી રહેલા 15 લોકો હવે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે જામનગરના  (Jamnagar) 20 જેટલા કાર્યકરોએ પણ ભાજપનો ઝંડો લહેરાવ્યો છે. દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના ધર્મપરિવર્તન અંગેના નિવેદનથી દુઃખી થઈને આ તમામ લોકોએ આમ આદમી પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિથી આકર્ષિત થઈને આ તમામ લોકો પાર્ટીમાં જોડાયા હોવાની માહિતી છે.

જામનગરમાં ભાજપના પ્રમુખ રમેશ મુંગરાએ આ અંગે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં તેઓ પોતે પાર્ટીમાં સામેલ થવા આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓને ભગવા વસ્ત્રો પહેરાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આ તમામ નેતાઓ અને કાર્યકરો અત્યાર સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે પાર્ટીમાં સામેલ થનાર કોઈ નેતાનું નામ લીધું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ઈન્દ્રનીલ રાજગુરુએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતો કોઈપણ વ્યક્તિ ક્યારેય આમ આદમી પાર્ટીમાં નહોતો. આ સિવાય અત્યાર સુધી પાર્ટીમાં લોકો જોડાયા છે, કોઈ છોડ્યું નથી.

AAPએ પણ 200 લોકોને સામેલ કર્યા હતા

તાજેતરમાં આમ આદમી પાર્ટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ અને ભાજપથી અલગ થયા બાદ હવે 200થી વધુ નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ વીડિયોની સાથે પાર્ટીએ તમામ નેતાઓના નામ પણ આપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના વિકાસ અને અહીં સામાન્ય માણસને આપવામાં આવતી સુવિધાઓને જોતા લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે. અત્યાર સુધી ભલે ચૂંટણી પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્યું નથી, પરંતુ ભાજપ અને મુખ્ય હરીફ પાર્ટી AAPએ ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ લગભગ એક મહિના પહેલાથી ગુજરાતમાં ધામા નાખ્યા છે, તો બીજી તરફ ભાજપે પણ ગુજરાત ગૌરવ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. આ માટે રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

Previous Post Next Post