Sunday, October 23, 2022

IND Vs PAK: ભારતની રોમાંચક જીત પર ચાહકોએ વ્યક્ત કરી ખુશી, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ થયા વાયરલ

આ ટાર્ગેટ સુધી પહોંચવામાં વિરાટ કોહલી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 82 રન બનાવી ભારતના આ યાદગાર જીત અપાવી હતી. ભારતની જીતને લઈ સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી મીમ્સ (Memes) વાયરલ થઈ રહ્યા છે.

IND Vs PAK: ભારતની રોમાંચક જીત પર ચાહકોએ વ્યક્ત કરી ખુશી, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ થયા વાયરલ

IND Vs PAK

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ભારત Vs પાકિસ્તાન: ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ વર્લ્ડ કપમાં એકબીજા સામે મેચ રમે છે, ત્યારે તે દિવસ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બની જાય છે. આજે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાના અભિયાનની રોમાંચક અને શાનદાર શરુઆત કરી છે. પહેલી બેટિંગ કરતા પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 6 વિકેટના નુકશાન સાથે રોમાંચક રીતે ચેઝ કરી લીધો હતો. આ જીત ભારતને છેલ્લા બોલે મળી હતી. જેના કારણે આ મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. આ ટાર્ગેટ સુધી પહોંચવામાં વિરાટ કોહલી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 82 રન બનાવી ભારતના આ યાદગાર જીત અપાવી હતી. ભારતની જીતને લઈ સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી મીમ્સ (મેમ્સ) વાયરલ થઈ રહ્યા છે.

આ રહ્યા એ વાયરલ મીમ્સ

ભારત પાકિસ્તાનની આ મેચ કદાચ તમામ ક્રિકેટ પ્રેમીઓને છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે. કોહલીની ધમાકેદાર વિરાટ ઈનિગ્સને કારણે ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચના કારણે આખા દેશમાં આજથી જ દિવાળી જેવો માહોલ જામ્યો છે, આકાશમાં આતાશબાજીથી લઈને સોશિયલ મીડિયા પર ભારતની જીત સુધી ભારતીય ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.