Oct 03, 2022 | 4:40 PM
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
ટી20 સિરીઝ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ રમશે. જેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ રમાશે. ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને તેના માટે ફાસ્ટ બોલર મુકેશ કુમારને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. એક ઈન્ટરવ્યુમાં મુકેશ કુમારે જણાવ્યું કે ભારતીય ટીમમાં પોતાનું નામ જોતા જ રડી પડ્યો હતો તેના પરિવારના સૌ લોકોના આંખમાં આસું આવ્યા હતા. (PC-INSTAGRAM)
મુકેશ કુમારે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ભાવુક થઈ ગયો હતો. બધું ધૂંધળું થઈ ગયું હતું. મને મારા સ્વર્ગસ્થ પિતાનો ચહેરો યાદ આવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, મુકેશ ચૌધરીના પિતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. તે સમયે મુકેશે રણજી ટ્રોફીમાં ડેબ્યુ પણ કર્યું ન હતું.(PC-INSTAGRAM)
મુકેશ કુમારે જણાવ્યું કે, તેના પિતાની એવું હતુ કે, તે પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે લાયક છે કે નહિ, પરંતુ હવે મુકેશે સાબિત કરી દીધું છે. આજે તેના પિતા નથી. મુકેશે જણાવ્યું કે, તેના સિલેક્શન બાદ તેની માતાની આંખોમાં પાણી આવી ગયા હતા અને તેનો આખો પરિવાર ભાવુક થયો હતો (PC-INSTAGRAM)
મુકેશ કુમારને તેની સ્વિંગ બોલિંગ માટે જાણવામાં આવે છે. હાલમાં તેણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 5 વિકેટ ઝડપી હતી સાથે ઈરાની ટ્રોફીના પ્રથમ દિવસે તેણે 4 વિકેટ લઈ ભારતીય ટીમમાં જગ્યા પાક્કી કરી લીધી હતી.(PC-INSTAGRAM)
મુકેશ કુમારનું માનવું છે કે, તેના હાથમાં સ્વિંગ છે જેના માટે તેને સતત મહેનતની પણ જરુર પડી હતી. મુકેશ કુમારે જણાવ્યું કે. તે પોતાના ક્રિકેટની શરુઆતના દિવસોમાં તેણે દિવસમાં ટ્રેનિગ અને રાત્ર હોસ્પિટલમાં પસાર કરી છે. મુકેશ દિવસમાં પોતાની ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો અને રાત્રે પિતા સાથે હોસ્પિટલમાં રહેતો હતો.