મણિરત્નમની પોનીયિન સેલ્વન પાર્ટ 1 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ રિલીઝના ત્રીજા દિવસે વિક્રમ વેધના કલેક્શનમાં થોડો ઉછાળો આવ્યો છે.
Image Credit source: Instagram
Ponniyin Selvan : મણિરત્નના નિર્દેશનમાં બનેલી એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની સાઉથ ડેબ્યુ ફિલ્મ પોનીયિન સેલ્વન (Ponniyin Selvan) પાર્ટ 1 બોક્સ ઓફિસ પર રેકોડ તોડ કમાણી કરી છે. ઓપનિંગ ડેથી જ ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે ચાહકોમાં પણ ઉત્સાહ વધાર્યો છે. ફિલ્મના જબરદસ્ત પ્રદર્શનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, ફિલ્મે રિલીઝના બીજા દિવસે જ 100 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. તો બીજી બાજુ કમાણી મામલે ઋતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા એ સ્પીડ પકડી છે. તો ચાલો જાણીએ બંન્ને ફિલ્મોએ અત્યારસુધી કેટલી કમાણી કરી છે.
30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બંન્નેના કલેક્શન પર ચાહકોની નજર છે. જો વાત કરીએ પોનીયિન સેલ્વનના ધમાકેદાર ઓપનિંગની સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન છેલ્લા 2 દિવસના કલેક્શનથી શાનદાર છે. રિપોર્ટ મુજબ બોક્સ ઓફિસ પર ફિલ્મે અત્યારસુધી 108.10 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો પોનિયન સેલ્વન પાર્ટ 1 આરઆરઆર અને કેજીએફ-2નો રેકોર્ડ તોડી નાંખ્યો છે.પોનિયન સેલ્વન રિલીઝના ત્રીજા દિવસે વર્લ્ડવાઈડમાં અંદાજે 250 કરોડની કમાણી કરી છે.
ત્રીજા દિવસે સ્પીડ પકડી
વિક્રમ વેધા પણ અત્યારે ધીરે ધીરે કલેક્શનની રેસમાં આગળ વધી રહી છે. રવિવારના રોજ ફિલ્મે સારો ઝમ્પ માર્યો છે.જે છેલ્લા બે દિવસની સરખામણીએ પ્રશંસનીય છે. રિલીઝના પહેલા અને બીજા દિવસે ફિલ્મના કલેક્શને દર્શકો તેમજ નિર્માતાઓને નિરાશ કર્યા હતા. પરંતુ, હળવી શરૂઆત સાથે પડદા પર આવેલી આ ફિલ્મ હવે સ્પીડ પકડી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે 2 ઓક્ટોબરના રોજ કુલ 14.50 કરોડનું કલેક્શન કર્યું છે, જે છેલ્લા બે દિવસથી ઘણું સારું છે.
પીએસ-1 વિક્રમ વેધામાં ટક્કર જામી
બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર છે. સ્પીડ પક્ડ્યા પછી વિક્રમ વેધા હવે મણિરત્નમના ડ્રીમ પ્રોજેક્ટ પોનીયિન સેલવાન સાથે પણ ટક્કર કરી રહી છે. તમને જણાવી દઈએ કે ‘વિક્રમ વેધા’ તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે. તમિલ વર્ઝન વર્ષ 2017માં રિલીઝ થયું હતું. જ્યારે, પોનીયિન સેલવાન ભાગ 1 એ ચોલા સામ્રાજ્યના સુવર્ણ ઇતિહાસને દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મને ઘણા રિસર્ચ બાદ મોટા બજેટ સાથે બનાવવામાં આવી છે. જેના સકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે.