IND vs SA 2nd T20 Playing 11: ભારતીય ટીમે તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચને 8 વિકેટથી જીતી લીધી હતી, આમ સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકા એ ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી
તિરુવનંતપુરમમાં રોમાંચક શરૂઆત બાદ ભારત-દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) T20 શ્રેણીની બીજી મેચ ગુવાહાટીના બરસાપારા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bawuma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ (Indian Cricket Team) શ્રેણીની પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે અને આજે તેની પાસે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે પ્રથમ T20 શ્રેણી જીતવાની તક છે.
જો આ મેચની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ભારતીય ટીમે આ વખતે કોઈ ફેરફાર કર્યો નથી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તિરુવનંતપુરમ જીતનાર ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાની છે અને આવી સ્થિતિમાં પહેલા મોટો સ્કોર બનાવવો અને પછી તેનો બચાવ કરવો ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર હશે અને વર્લ્ડ કપની તૈયારીની દૃષ્ટિએ આ મહત્વપૂર્ણ રહેશે.
દક્ષિણ આફ્રિકાની ટીમે આ મેચમાં એક ફેરફાર કર્યો છે અને ઝડપી બોલર લુંગી એનગિડીને ટીમમાં સામેલ કર્યો છે. ડાબોડી સ્પિનર તબરેઝ શમ્સીએ તેના માટે જગ્યા બનાવી છે.
ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે આ સીરિઝ છેલ્લી તક છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ પર નજર છે. તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં અર્શદીપ સિંહ અને દીપક ચહરની ફાસ્ટ જોડીએ માત્ર 15 બોલમાં જ દક્ષિણ આફ્રિકાની હાર નક્કી કરી દીધી હતી. ભારતે તે મેચ 8 વિકેટે જીતી લીધી હતી. શું ટીમ ઈન્ડિયા ફરી એ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે?
IND vs SA: પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, દીપક ચહર, હર્ષલ પટેલ.