Sunday, October 2, 2022

IND Vs SA: બીજી T20માં ભારતે આફ્રિકાને 16 રને હરાવ્યું

[og_img]

  • ત્રણ મેચની T20 સિરીઝ પર ભારતનો 2-૦થી કબજો
  • ડેવિડ મિલરની શાનદાર સદી, ડી કોકની ફિફ્ટી 
  • મિલર-ડી કોકની મજબુત પાર્ટનરશીપ 

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની બીજી મેચમાં ભારતે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો અને દક્ષિણ આફ્રિકાને જીતવા 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ

સૂર્યકુમાર યાદવે ફરી એકવાર તોફાની ઇનિંગ રમી હતી. તેણે 22 બોલમાં જ 61 રન ફટકાર્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. તેની સ્ટ્રાઈક રેટ 277.27ની રહી હતી. તો કેએલ રાહુલે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ 28 બોલમાં 49* રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો કેપ્ટન રોહિતે 43 રન કર્યા હતા. અંતમાં દિનેશ કાર્તિકે જોરદાર ફિનિશિંગ આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 2 વિકેટ લીધી હતી. તો નોર્કિયાએ સૂર્યાને રનઆઉટ કર્યો હતો. મહારાજ સિવાયના સાઉથ આફ્રિકાના અન્ય બોલરો ધોવાયા હતા.

ટોસ જીત પહેલા બોલિંગ કરવાનો નિર્ણય 

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની બીજી મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમ:

ભારતઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, અર્શદીપ સિંહ

દક્ષિણ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિચ નોર્ટજે, લુંગી એનગીડી

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.