Oct 02, 2022 | 11:28 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
ઉંમર વધવાની સાથે લોકોને ત્વચા પર કરચલી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયટ પણ તમારી ત્વચા પર ખોટો પ્રભાવ પાડી શકે છે. તેથી તેવા અનહેલ્ધી ફૂડને પોતાનાથી દૂર રાખવા જોઈએ.
ખાંડ – તે આપણી ત્વચા માટે નુકશાન કારક છે. તે લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધારે છે. તેનાથી ત્વચા પરકરચલી જેવી સમસ્યા થાય છે.
કેફીન – ઘણા લોકો કોફી પીવાના શોખીન હોય છે. તેના વધારે સેવનથી ત્વચા સમય પહેલા જ ઘરડા માણસ જેવી થઈ જાય છે. તેના કારણે ચહેરા પરની કરચલીમાં વધારો થાય છે, તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.
તળેલો ખોરાક – વધારે પડતો તળલો ખોરાક સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાને પણ નુકશાન કરે છે. તેનાથી ખીલ, કરચલી જેવી સમસ્યા આવી શકે છે.
જંક ફૂડ – આવા ખોરાકના સેવનથી બચવુ જોઈએ. તેનાથી ત્વચાને નુકશાન થાય છે. ચહેરા પર કરચલી આવી શકે છે. તેથી આ ફૂડથી દૂર રહેવું જોઈએ.