IND vs SA T20 Preview: ઓસ્ટ્રેલિયા પછી હવે દક્ષિણ આફ્રિકાને શ્રેણીમાં હરાવશે, ટીમ ઈન્ડિયા ગુવાહાટીમાં વગાડશે ડંકો? | India Vs South Africa 2nd T20 match preview IND vs SA match highlights in Gujarati
IND Vs SA T20 Match Highlights: પ્રથમ મેચમાં એકતરફી રમત બતાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણીમાં અજેય લીડ લેવા પર છે અને આ માટે તેઓ બીજી મેચ જીતવા ઈચ્છશે.
Team India સિરીઝમાં 1-0 થી આગળ છે
ભારતીય ક્રિકેટ ટીમે (India Vs South Africa) પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રણ મેચોની શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી. હવે આ બંને ટીમો રવિવારે ગુવાહાટીમાં સામસામે ટકરાશે. આ મેચમાં જો ટીમ ઈન્ડિયા (Team India) ની નજર સીરીઝ જીતવા પર રહેશે તો દક્ષિણ આફ્રિકા વાપસી કરવાનો પ્રયાસ કરશે. પરંતુ બંને માટે રસ્તો સરળ નથી. ટીમ ઈન્ડિયા ને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે બહાર થઈ ગયો છે.
જો કે, પ્રથમ મેચમાં યજમાનોએ જે રીતે પ્રદર્શન કર્યું હતું તે જોતા ભારતનો હાથ ઉપર હોય તેવું લાગે છે. બુમરાહ પ્રથમ મેચમાં રમ્યો ન હતો અને તેના વિના પણ ભારતીય ટીમની બોલિંગ શાનદાર રહી હતી. દીપક ચહર અને અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાની બેટિંગને ખતમ કરી દીધી હતી.
અનેક મુશ્કેલીઓ
ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં બુમરાહની ભૂમિકા નિર્ણાયક બની હોત, પરંતુ પીઠની સમસ્યાને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઈવેન્ટમાં પેસરનું રમવું હાલમાં શંકાસ્પદ છે. વર્લ્ડ કપ પહેલા ટીમની તૈયારીઓને નક્કર આકાર આપવા માટે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે.
મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ આ બંને હજુ વર્લ્ડ કપની ટીમમાં નથી. સૌથી મોટો સવાલ એ છે કે શું ટીમ મેનેજમેન્ટને બુમરાહના સ્થાને આવેલા બોલરને અજમાવવાની પૂરતી તક મળશે. વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય પર રહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોવિડ-19માંથી સાજો થઈ ગયો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ નથી. તેને ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં સામેલ કરી શકાય છે કારણ કે તેને ત્યાંની પરિસ્થિતિમાં રમવાનો અનુભવ છે. જો આમ થશે તો 16 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ પહેલા તેને પૂરતી મેચ પ્રેક્ટિસ નહીં મળે.
Post a Comment